આગાહી@અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
 
વરસાદ આગાહી 4

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળીયું વાતાવરણ છવાયું છે.

પરંતુ તાપમાન પણ 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાથી શહેરીજનોને અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ Windy અનુસાર સાંજ પડતા જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવશે અને સાંજના છ વાગ્યા બાદ હળવો વરસાદ વરસી શકે છે. ત્યારબાદ રાતના આઠ વાગ્યાથી લઈને મધરાત સુધીમાં અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં સાંજના ચાર વાગ્યાથી જ વાદળો બંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે.