આગાહી@ગુજરાત: રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કયા કયા વિસ્તારમાં પડશે ?
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલાસાડ, મોરબી અને કચ્છ વરસાદમાં ભીંજાઈ શકે છે
Sep 5, 2024, 08:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. ત્યારે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના 10 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલાસાડ, મોરબી અને કચ્છ વરસાદમાં ભીંજાઈ શકે છે.
આ તરફ સાર્વત્રિક મેઘમહેરના પરિણામે રાજ્યના 115 જળાશયો છલોછલ થયા છે. રાજ્યમાં વરસાદી આફતથી 49 લોકોના મોત પણ થયા છે. મેઘતાંડવથી અસરગ્રસ્ત 1.69 લાખથી વધુ લોકોને 8.04 કરોડની સહાય ચૂકવાઈ છે.