આગાહી@ગુજરાત: આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના
આજે બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.
                                          Nov 4, 2025, 12:49 IST
                                            
                                        
                                    
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આજે રાજ્યનાં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી આજે બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. આગામી 24 કલાક બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે.
માછીમારો માટે આગામી 5 દિવસ સુધી દરિયામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી અને દરિયાકિનારે લગાવાયેલું LC3 સિગ્નલ પણ હટાવી લેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારે અને સાંજે વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે. બપોરે તાપમાન ઊંચું રહેશે.

