આગાહી@ગુજરાત:મોટાભાગના વિસ્તારમાં ફરી એકવાર 18મીથી વરસાદ પડશે.

  • રાજ્યના વિવિધ વિસ્તારમાં ફરી વરસાદી વાતાવરણ સર્જાવાના સંકેતો
 
આગાહી@ગુજરાતઃ 4 ડિસેમ્બરના રોજ ફરી એકવાર વરસાદ પડશે
  • 20મી સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે
  • 26મીથી કાળઝાળ ગરમી

રાજ્યના વિવિધ વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેતો મળી રહ્યાં છે. જેમાં મોટાભાગના વિસ્તારોમાં આગામી તા.18મી એપ્રિલથી 20મી એપ્રિલ સુધીમાં કમોસમી વરસાદ તેમજ કરા અને તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે.

આમ વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના નાગરિકોને આગામી તા.20મી એપ્રિલ સુધીમાં ગરમીથી રાહત મળશે, જ્યારે 26મી એપ્રિલથી રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો પ્રારંભ થશે. જોકે 24મી એપ્રિલ બાદ પણ કેટલાક વિસ્તારોમાં માવઠું પડશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ દા. પટેલે જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલ માસમાં હિમાલયના ભાગોમાં ભારે બરફ પડે અને મે માસ ગરમ ના રહે તો ભારતીય ચોમાસા ઉપર તેની અસર થઈ શકે છે. એપ્રિલ 24થી 26માં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. ભારતમાં ચોમાસા દરમિયાન અલ નિનોની ધાસ્તી છે ત્યારે પાછલા વર્ષોની આ અંગેની સ્થિતિ જોઈએ તો 2002, 2004 અને 2009માં અલ નિનોના વર્ષમાં વરસાદની ઘટ દેશમાં રહી હતી. જોકે ગુજરાતમાં અલ નિનોના વર્ષમાં પણ વરસાદ સારો રહ્યો હતો. દક્ષિણ હિંદ મહાસાગરમાં તાપમાનની સ્થિતિ સાનુકૂળ રહે તો અલ નિનોના વર્ષમાં પણ સારો વરસાદ પડી શકે છે.અલ નિનોના વર્ષોમાં 2014માં દેશમાં 89 ટકા વરસાદ 2015-16માં 86 ટકા વરસાદ પડયો હતો. ગત વર્ષોમાં નબળા ચોમાસા અંગે જોઈએ તો 1971માં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો હતો, જ્યારે 1972માં ડાંગ, વલસાડ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં દુકાળ પડયો હતો. 1974માં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો હતો.