આગાહી@ગુજરાત: રાજ્યના 22 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારેથી અતિભારે વરસાદની આગાહી
Jul 10, 2024, 18:56 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાલ ચોમાસું ચાલી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવામાન વિભાગ દ્વારા આજે પણ 22 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેરકરાયું છે. જો કે, ભાર વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે.
કેટલાક જિલ્લાઓમાં સામાન્ય છુટોછવાયો વરસાદ જ નોંધાયો છે. આજદિન સુધીમાં રાજ્યમાં સીઝનના સરેરાશ વરસાદના 25 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે રાજ્યમાં 40 લાખ હેકટરમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.