આગાહી@ગુજરાત: રાજ્યમાં હજુ 3 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારમાં માવઠું થશે ?

કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને જામનગરના આસપાસના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી
 
રિપોર્ટ@સુરત: 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી છુટા-છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબસાગરમાં ડિપ્રેશન બનવાના કારણે અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની અસર જોવા મળી રહી છે. પરંતુ અરબસાગરમાં જે ડિપ્રેશન બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. તેમજ આગામી 5 નવેમ્બર બાદ વરસાદની શક્યતા નહિવત્ જોવા મળશે. જો કે, બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે.

આગામી 3 કલાક માટે કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના મધ્યમ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને જામનગરના આસપાસના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ જિલ્લાઓમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.