આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા 17 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ દ્વ્રારા વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમા ગરમી પડી રહી છે, તો કેટલાક વિસ્તારોમા વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 17 જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ આજથી રાજ્યમાં તાપમાનનો પારો પણ ગગડશે જેનાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળશે.
12 જૂને ક્યાં વરસાદની આગાહી પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
13 જૂને ક્યાં વરસાદની આગાહી સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
14 જૂને ક્યાં વરસાદની આગાહી સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
15 જૂને ક્યાં વરસાદની આગાહી સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
16 જૂને ક્યાં વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
17 જૂને ક્યાં વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ