આગાહી@ગુજરાત: હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી

ભારે વરસાદની આગાહી કરી
 
તો જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. ગણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ તેમજ 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આજે વહેલી સવારે અમદાવાદમાં ઝરમર વરસાદ વરસ્યો હતો તેમજ થરાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે વહેલી સવારથી સુરત સહિત દ.ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.