આગાહી@ગુજરાત: હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી

ભારે વરસાદની આગાહી કરી
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

આજે વહેલી સવારથી સુરત સહિત દ.ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સુરતના પલસાણા સહિત 29 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં એસ.જી. હાઈવે, ગોતા, બોપલ જોધપુર, શ્યામલ, શિવરંજની, સેટેલાઈટ, વેજલપુર, નહેરૂનગર, પ્રહલાદનગર સહિતમાં વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજા પધાર્યા છે.