આગાહી@ગુજરાત: રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

ભારે વરસાદની આગાહી કરી 
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે.

આજે વડોદરા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકાઓમાં 1 મિમિથી લઈ સવા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના કારણે ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ તરફ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દેવગઢ બારીયાની પાનમ નદીમાં પુર અચાનક આવતાં ટ્રેક્ટર તણાયું હતું.