આગાહી@ગુજરાત: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી
ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે
Aug 21, 2024, 08:19 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ભારે વરસાદ વસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સપ્તાહના વિરામ બાદ ફરી મન મૂકીને મેઘરાજા વરસશે.
આજે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 25 ઓગસ્ટના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
જ્યારે 26 ઓગસ્ટે ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલ ગુજરાતમાં ગરમી પણ પડી રહી છે. હવામાન વિભાગના મતે, પવનની દિશા બદલાતા ગરમી વધી છે.