આગાહી@ગુજરાત: રાજ્યમાં ભરશિયાળે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

27 અને 28 ડીસેમ્બરે અલગ અલગ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડી વચ્ચે લોકોએ સ્વેટરની સાથે રેઈનકોટની પણ વ્યવસ્થા કરવી પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 27 અને 28 ડીસેમ્બરે અલગ અલગ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ પ્રવર્તશે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 27 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીનો સમાવેશ થાય છે.

જ્યારે 28 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ દમણ અને નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે.