આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેરની આગાહી

રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક મેઘમહેર
 
બ્રેકિંગ@ઉ.ગુ: કોરોના વાયરસના ભય વચ્ચે 25 માર્ચે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગણા વિસ્તારોમાં હાલ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરાઈ છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમી દ્વારકા અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

રાજકોટ શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર અને અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જામનગર શહેરમાં પણ રાત્રિ સમયે વરસેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.