આગાહી@ગુજરાત: હવામાન વિભાગે 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી
ભારે વરસાદની આગાહી
Jun 26, 2024, 07:44 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે.ગઈકાલના રાતના આઠ વાગ્યા સુધીમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.

