આગાહી@ગુજરાત: આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારેથી અતિભારે વરસાદની આગાહી
 
ચોમાસું@વલસાડ: સિઝનનું શરૂમાં જ જળબંબાકાર, આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.