આગાહી@ગુજરાત: આજે ગુજરાતમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી કરી
માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ
Aug 9, 2024, 09:25 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજે ગુજરાતમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે.
સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર રહેતાં માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે, એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.