આગાહી@ગુજરાત: 4 દિવસ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં વરસાદની આગાહી, કયા કયા વિસ્તારમાં પડશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ મેઘરાજા વિરામ લઇ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે.
જેમાં આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિરામ લીધો છે, પરંતુ હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. કારણ કે, મધ્ય રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સક્રિય થઈ છે.
જેને કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છ