આગાહી@ગુજરાત: 15થી 20 જુલાઈ સુધી વરસાદની આગાહી કરાઈ, કયા કયા વરસાદ પડશે ?

વરસાદની આગાહી કરાઈ
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. ગણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  ગુજરાતના દક્ષિણ ભાગમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે આજે હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આ ઉપરાંત આગામી પાંચ દિવસ એટલે કે 15 જુલાઈથી 20 જુલાઈ સુધી વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાત માથે એક સાથે ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

જ્યારે ત્રીજા દિવસે એક્ટિવિટી વધતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં રવિવારે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.