આગાહી@ગુજરાત: આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક હજી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદનું જોર રહેશે. આગામી દિવસ 3 રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 નવેમ્બરથી વરસાદની શક્યતા નહિવત્ જોવા મળશે.
આજે અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, આણંદ, ભરૂચ અને સુરતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે, પણ આગામી 24 કલાક સુધી એની અસર જોવા મળશે.
આવતીકાલ સુધીમાં વોલમાર્ક ડિપ્રેશનની અસર નહિવત્ થશે, જેથી આગામી થોડા દિવસોમાં વરસાદની શક્યતા નહિવત્ છે. બંદર ઉપર LC3 સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે.

