આગાહી@ગુજરાત: નવરાત્રિ દરમિયાન 28 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે.
Updated: Sep 18, 2025, 17:03 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાયના 28 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં હાલ ભુજ અને ડીસામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. હાથિયો નક્ષત્રનો વરસાદ નવરાત્રિના ખેલૈયાઓનો અને આયોજકોની મજા બગાડી શકે છે.

