આગાહી@ગુજરાત: 17 ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસવરસાદની આગાહી કરવામાં આવી છે.
Updated: Oct 17, 2025, 19:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળીના તહેવારને થોડા જ દિવસો બાકી રહ્યાં છે. ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસવરસાદની આગાહી કરવામાં આવી છે. 17 ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ કે દાસના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જોકે અમદાવાદમાં વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

