આગાહી@ગુજરાત: આગામી 3 કલાક રાજ્યમાં 24 જિલ્લામાં રેડ એલર્ટ, કયા વિસ્તારોમાં વરસાદ નોંધાશે ?

આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

‘રેડ એલર્ટ’ની આગાહી સાથે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નાઉકાસ્ટ મુજબ, 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 24 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમેરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે