છેતરપિંડી@અમદાવાદ: દંપતીએ દેવું ભરપાઈ કરવા નવો કિમીયો અજમાવીને બ્રોકર સાથે 89 લાખની ઠગાઈ આચરી

 પોલીસમાં ઠગ દંપતી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યાવ્યો
 
છેતરપિંડી: 1 સંતાનની માતાએ કુંવારી હોવાનું નાટક કરી, પ્રેમી પાસેથી 3 લાખ પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવા નરોડામાં રહેતા દંપતીએ દેવું ભરપાઈ કરવા નવો કિમીયો અજમાવ્યો હતો. મકાન વેચવાનું છે પરંતુ મકાન પર લોન ચાલે છે તે ભરપાઈ નહીં કરીએ તો મકાન સીલ થઈ જશે તેમ કહીને બ્રોકર પાસેથી ~ 89.50 લાખ બેંકમાં જમા કરાવી દીધા બાદ ઠગ દંપતી મકાનનો દસ્તાવેજ ન કરી આપીને ફરાર થઇ ગયા હતા.

આ મામલે કૃષ્ણનગર પોલીસે સંજય પટેલ અને તેમની પત્ની પાયલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ઠગ દંપતીએ બ્રોકર સાથે મિત્રતા કેળવી મકાન વેચવું છે પરંતુ લોનના રૂપિયા ભરપાઈ નહીં કરીએ તો મકાન સીલ થઈ જશે તેમ કહીને બ્રોકર પાસેથી લાખો રૂપિયા બેંકમાં ભરાવી દીધા હતા. ઠગ દંપતીએ મકાન વેચાણનું બાનાખત કરી આપ્યું હતું તેથી બ્રોકરને વધુ વિશ્વાસ આવ્યો હતો. મકાનનો દસ્તાવેજ કરવાની વાત આવે ત્યારે દસ્તાવેજ માટે ટોકન લઈ લીધા બાદ જે-તે તારીખે દંપતી હાજર ન રહ્યા અને મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઇ ગયા હતા. થોડા સમય બાદ બ્રોકરે તપાસ કરાવતા સંજય પટેલની પત્ની પાયલ પટેલ મળી આવી અને તેની સાથે ફોન ઉપર અને રૂબરૂ દસ્તાવેજ કરવા અંગેની બાબતે વાત કરવાનો પ્રયાસ પણ બ્રોકરે કર્યો પરંતુ મહિલાએ ઉડાઉ જવાબ આપી દીધો હતો. બે વર્ષ સુધી રાહ જોયા બાદ બ્રોકરે સંજય પટેલ અને પાયલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નિકોલમાં રહેતા 39 વર્ષીય કમલેશ પટેલ જમીન દલાલી અને મકાન લે-વેચનો ધંધો કરે છે. 2022થી સંજય પટેલ સાથે તેમનો પરિચય હતો. સંજયભાઈનું મકાન નવા નરોડા વિસ્તારમાં છે. આ મકાન પર બેંક લોન પણ હોવાથી સંજયભાઈ કમલેશ ભાઈને પોતાના મકાન વેચી દેવાની વાત કરી હતી પરંતુ તેની પર લોન છે તેવી જાણ કરી હતી. તેથી કમલેશભાઈએ મકાનનો સોદો નક્કી કર્યો હતો અને ટુકડે ટુકડે બ્રોકરે બેંકમાં બાકી નીકળતી લોન ભરપાઈ કરી આપી હતી. બીજી બાજુ સંજય પટેલે મકાનનું બાનાખત પણ કરી આપ્યું હતું પરંતુ જ્યારે મકાન દસ્તાવેજ કરવા ટોકન લીધું તે દિવસે ઠગ દંપતી સંજય પટેલ અને તેમની પત્ની પાયલ પટેલ રજિસ્ટ્રાર ઓફિસ આવ્યા નહોતા અને મોબાઈલ ફોન બંધ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પાયલ સાથે બ્રોકરે ફોન પર વાત કરી ત્યારે તેણે પણ ઉડાઉ જવાબ આપી દીધો હતો. આખરે બ્રોકરે કૃષ્ણનગર પોલીસમાં ઠગ દંપતી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યાવ્યો હતો.