છેતરપિંડી@અમદાવાદ: ગઠિયાઓએ મિત્ર બોલતો હોવાનું કહીને આર્થિક મદદ માગીને જેલર પાસેથી ~ 20 હજાર પડાવ્યા

આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
છેતરપિંડી: 1 સંતાનની માતાએ કુંવારી હોવાનું નાટક કરી, પ્રેમી પાસેથી 3 લાખ પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમનો વિચિત્ર કિસ્સો નોંધાયો છે. સાબરમતી જેલના જેલર પર અજાણી વ્યક્તિએ ફોન કર્યો હતો. જેલરના મિત્ર જેવો અવાજ કાઢતા જેલર તેના મિત્રનું નામ બોલતા જ ફસાઇ ગયા હતા. ગઠિયાઓએ મિત્ર બોલતો હોવાનું કહીને આર્થિક મદદ માગીને જેલર પાસેથી ~ 20 હજાર પડાવી લીધા હતા.

સાબરમતી જેલ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા દેવશીભાઇ કરંગિયા જેલર તરીકે ફરજ બજાવે છે. બે માસ પહેલાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પહેચાના ક્યા તેવું પૂછતા દેવશીભાઇએ મનાઇ કરી હતી. બાદમાં ફોન કરનારે અરે યાર ભૂલ ગયે તેમ પૂછતા દેવશીભાઇએ તેમનો મિત્ર કમલેશ રાજપુરોહિત બોલતો હોવાનો અંદાજ લગાવીને કમલેશ બોલ રહા હે તેવું પૂછતા ગઠિયાએ હા પાડીને વાતો શરૂ કરી હતી. બાદમાં ગઠિયાએ મારા એક સંબંધીની છોકરી બીમાર છે અને તેને રૂપિયાની જરૂર છે, મારા ફોનથી રૂપિયા ટ્રાન્સફર કર્યા પરંતુ થતા નથી, જેથી હું તારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરુ છું અને તને જે નંબર આપું તે નંબર પર પૈસા ટ્રાન્સફર કરી આપજે તેવી વાત કરી હતી. ત્યારબાદ ગઠિયાએ 25 હજાર અને 30 હજાર દેવશીભાઇને મોકલ્યા હોવાનો સ્ક્રીન શોટ મોકલીને એક નંબર પર પહેલા પાંચ હજાર અને બાદમાં 15 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ફરી ગઠિયાએ ફોન કરીને વધુ પૈસાની માગણી કરી હતી. દેવશીભાઈએ સ્ક્રીન શોટ જોતા તેમાં એકાઉન્ટ નંબર બીજાનો હોવાથી શંકા જતા મિત્ર કમલેશને ફોન કરીને પૂછપરછ કરી હતી. કમલેશે કોઈ પૈસા માગ્યા ન હોવાનું તથા તેના કોઈ સંબંધીની દીકરી બીમાર પડી ન હોવાનું જણાવતા દેવશીભાઈ સાથે સાયબર ફ્રોડ થયું હોવાનો અંદાજ આવ્યો હતો. આમ, ગઠિયાએ મિત્ર જેવો અવાજ કાઢીને સંપર્ક કેળવીને ખોટા એકાઉન્ટ નંબરના ટ્રાન્ઝેક્શનના સ્ક્રીન શોટ મોકલીને 20 હજાર પડાવી લેતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ અારંભી છે.