છેતરપિંડી@અમદાવાદ: વૃદ્ધે યુ ટ્યુબના ટાસ્ક પૂરા કરવાની લ્હાયમાં ખોયા રૂપિયા 83.24 લાખ, મચી ચકચાર

પોતાની બધી જ બચત ગુમાવ્યા બાદ તેમણે આ બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોધાવી.
 
છેતરપિંડી@અમદાવાદ: વૃદ્ધે યુ ટ્યુબના ટાસ્ક પૂરા કરવાની લ્હાયમાં ખોયા રૂપિયા 83.24 લાખ, મચી ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દુનિયામાં છેતરપિંડીના કેસમાં  ખુબજ વધારા થઇ રહ્યા છે.અજાણ્યા નંબર પરથી કોલ કરી લોકોને ભોળવી ઠગાઈ કરવામાં આવે છે.મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવે છે,અને લોકોને તે જેમ કહે તુવું કરવા કહે છે.છેવટે તે લોકોને લુંટી તેમના બધા પૈસા લઇ લે છે.લોકો ભોળપણમાં છેતરાઈ જાય છે.લોકોને સાવધાન રહેવું જોઈએ,અને જો કોઈ અજાણ્લ્યા નંબર પરથી કોલ આવે અને એ તમને જે કહે એવું કયારેયના કરવું જોઈએ.પેલા સમગ્ર માહિતી લેવી જોઈએ,નહીતો તમારી સાથે છેતરપિંડી થઇ જશે.છેતરપિંડીની એક અમદાવાદની ઘટના સામે આવી છે,જેમાં એક વૃદ્ધ સાથે ઠગાઈ થઇ છે.બોડકદેવમાં રહેતા નિવૃત્ત પ્રિન્સિપાલને ઘરે બેઠા બેઠા જુદા જુદા યુટ્યુબ તથા બિટકોઇન ટ્રેડિંગના ટાસ્ક પૂરા કરી રૂપિયા કમાવાની લાલચ અપાઈ હતી. લાલચમાં આવી ગયેલા નિવૃત પ્રિન્સિપાલ પાસેથી ઠગ ટુકડીએ ટુકડે ટુકડે 83.24 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોતાની બધી જ બચત ગુમાવ્યા બાદ તેમણે આ બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

બોડકદેવ હવેલી એપાર્ટમેન્ટમાં રહેતા અને દરિયાપુરની એફ.ડી.સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ જોસેફ થોમસન નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. ગત 25 ફેબ્રુઆરીએ ઘરે હાજર હતા ત્યારે તેમના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં તમે ઘર બેઠા પાર્ટટાઈમ નોકરી કરશો તો ફાયદો થશે. તમને ટાસ્ક આપવામાં આવશે જો તમે પૂરો કરશો તો પૈસા મળશે તેવું જણાવ્યું હતું. જેથી જોસેફભાઈએ ટાસ્ક પૂરો કરતાં તેમના એકાઉન્ટમાં 300 રૂપિયા જમા થયા હતા. બાદમાં બીટકોઈનના ટ્રેડિંગનો ટાસ્ક પૂરો કરવા તેમજ પોઈન્ટ રિવર્ડ કરવા અને કન્વર્સન ચાર્જીસ પેટે તેમજ જીએસટી લેટર પેટે નાણાં ભરવા માટે જણાવ્યું હતું. જે ટાસ્ક પૂરો થયા બાદ પૈસા આપવાની વાત કરી હતી. જેથી ટૂકડે ટૂકડે કરીને તેમણે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટાસ્ક પૂર્ણ કરવા માટે કુલ રૂ.83.44 લાખ ભર્યા હતા. જોકે, ટાસ્ક પૂર્ણ થતા માત્ર રૂ. 20 હજાર પરત આવ્યા હતા અને બાકીના રૂ. 83.24 લાખ આપ્યા ન હતા.