છેતરપિંડી@અમદાવાદ: દંપતીએ મિત્ર પાસેથી 19.30 લાખ રૂપિયા લીધા પરત ન કરતા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ

દંપતીએ મિત્ર પાસેથી 19.30 લાખ રૂપિયા લીધા

 
 છેતરપિંડી@જામનગર: પુત્રને MDના અભ્યાસ માટે NRI ક્વોટામાં એડમિશ આપવાના બહાને ખંખેર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નિકોલના લેબર કોન્ટ્રાક્ટર પાસે તેના મિત્ર અને તેની પત્નીએ અમેરિકા જવાનું હોય વીઝાની પ્રોસેસ માટે તેમના ખાતામાં જમા કરાવવા માટે હાથ ઉછીના રૂપિયા 19.30 હજાર લઈને પરત આપ્યા ન હતા. આ અંગે કોન્ટ્રાક્ટરે પાલડીમાં રહેતા દંપતી વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

નિકોલમાં શિવકૃપા સોસાયટીમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે વ્યવ્સાય કરતા સંદીપભાઈ દિલીપભાઈ કાછડીયાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, દોઢ વર્ષ પહેલા તેમના નવ વર્ષ જૂના મિત્ર બિરેનભાઈ બાબુ‌લાલ શાહ તથા તેમના પત્ની શેલ બિરેનભાઈ શાહ બંને નિકોલમાં રહેતા તેમના મિત્રને મળવા આવ્યા હતા.

દંપતીએ તેમના અમેરિકા જવા માટે વીઝાની ફાઈલ ચાલુ હોય તેમના ખાતામાં જરૂરી ડિપોઝિટ (એન્ટ્રી)ની જરૂર હોવાનું કહીને સંદીપભાઈ પાસે હાથ ઉછીના રૂપિયાની માગણી કરી હતી. બિરેનભાઈ એન. બી. ટ્રેડિંગ નામથી ગ્રાઈન્ડર મશીનના બેરિંગ તથા પાર્ટસનું ટ્રેડિંગ કરતા હોય તેમની વચ્ચે મિત્રતા હોવાથી સંદીપભાઈ તેમને રૂપિયા આપવા માટે તૈયાર થયા હતા.

ગત સપ્ટેમ્બર, 2023માં સંદીપભાઈએ બિરેનભાઈ અને તેમની પત્નીના ખાતામાં કુલ રૂ. 19.30 લાખ રૂપિયા આરટીજીએસથી જમા કરાવ્યા હતા. આ વાતને છ મહિના જેટલો સમય વીતી જવા છતાં રૂપિયા પરત નહીં મળતા સંદીપભાઈએ ઉઘરાણી કરતા બિરેનભાઈએ પ્રોસેસ ચાલુ હોવાનું કહીને વાયદા કર્યા હતા.

ત્યારબાદ ગત જાન્યુઆરીમાં સંદીપભાઈએ તેમને હાથ ઉછીના રૂપિયા પરત લેવા માટે ફોન કરતા તેમણે બિરેનભાઈની પત્નીએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે તેઓ ઘરેથી કયાંક જતા રહ્યા છે અને તેઓ કયા ગયા છે તેની મને ખબર નથી. આ જવાબથી સંતોષ ન થતા અંતે સંદિપભાઈએ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિરેનભાઈ અને તેમની પત્ની શેલ શાહ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.