છેતરપિંડી@અમદાવાદ: મહિલાએ એપમાં ઇન્વેસ્ટ કરી 4.22 લાખ ગુમાવ્યા, જાણો વિગતે

જુદા જુદા 11 ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા
 
છેતરપિંડી: 1 સંતાનની માતાએ કુંવારી હોવાનું નાટક કરી, પ્રેમી પાસેથી 3 લાખ પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

પોતાની સાથે કામ કરતા લોકો જેનીસીસ એપ્લિકેશનમાં રોકાણ કરીને સારું વળતર મેળવી રહ્યા છે. આ વાત જાણી ખાનપુરની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી મહિલાએ પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં રોકાણ કર્યું હતું. મહિલાએ 4.22 લાખનું રોકાણ કર્યા બાદ કંઇ જ વળતર નહીં મળતાં તેણે જે જુદા જુદા 11 ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા તેની વિગતો સાથે શાહપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ખાનપુરમાં રહેતા 38 વર્ષીય સંગીનીબેન શાહ એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. છ માસ પહેલાં તેમને જાણવા મળ્યું હતું કે, જેનીસીસ નામની એપ્લિકેશનમાં ઈન્વેસ્ટ કરવાથી રોજના સારા પૈસા મળે છે. જેથી સંગીનીબેને જેનીસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. બાદમાં તેમણે રૂ. 3700 પ્રથમ વખત ઈન્વેસ્ટ કર્યા હતા, જેના બદલામાં તેમને પૈસા રિટર્ન પણ થયા હતા. જેથી સંગીનીબેનને વિશ્વાસ આવી ગયો હતો. બાદમાં તેમણે અલગ અલગ સમયે યુપીઆઈ આઈડી દ્વારા કુલ રૂ. 4.22 લાખ ઈન્વેસ્ટ કર્યા હતા. જો કે ત્યારબાદ તેમને રિટર્ન પૈસા મળ્યા ન હતા. જેથી એપ્લિકેશનમાં દર્શાવેલા નંબર પર ફોન કર્યો ત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ હોવાથી 72 કલાકમાં રિટર્ન મળી જશે તેમ જણાવ્યું હતું. જો કે ત્રણ દિવસ થયા છતાં રિટર્ન પૈસા આવ્યા ન હતા. જેથી કોઈ અજાણ્યા શખ્સે પૈસા ઈન્વેસ્ટ કરવાની લાલચ આપીને રૂ.4.22 લાખ ઈન્વેસ્ટ કરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે સંગીનીબેને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શાહપુર ઇન્સ્પેક્ટર દેસાઇ આ બાબતે તપાસ ચાલતી રહી હોવાનું જણાવ્યું હતું.

ઓનલાઇન રેટિંગ ટાસ્કની વાત કરી લાખોની ઠગાઇ

જો તમારા વોટ્સ એપ પર મેસેજ આવે કે ઘરે બેસીને જુદી જુદી લીંક પરના વીડિયોને રેટિંગ આપો અને ચોક્કસ રૂપિયા કમાઓ. તો તરત જ ોઆ લીંક ડિલીટ કરી દેવી. જેવી લીંક ડાઉનલોડ કરીને રેટિંગ આપવાનું શરૂ કરો કે તમારા બેંકની વિગતો મેળવી ગઠિયાઓ બેંક એકાઉન્ટ સાફ કરી દેતાં હોય છે. માટે ઓનલાઇન રેટિંગ કે લોન જેવી એપ્લિકેશનથી દૂર રહેવું જ સલાહભર્યું હોવાનું સાયબર ક્રાઇમના સિનિયર ઓફિસરો જણાવી રહ્યા છે.