છેતરપિંડી@રાજકોટ: બેંકના ડેપ્યુટી મેનેજર સાથે રૂ.89500 છેતરપીંડી થતા સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

એક્સીસ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે 
 
 છેતરપિંડી@જામનગર: પુત્રને MDના અભ્યાસ માટે NRI ક્વોટામાં એડમિશ આપવાના બહાને ખંખેર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સાયબર માફિયાઓ યેનકેન પ્રકારે લોકો સાથે છેતરપીંડી આચરતાં હોય છે ત્યારે કુરીયર કંપનીના પોર્ટલ ઉપર પાર્સલ ટ્રેક કરવાં જતાં બેંકના ડેપ્યુટી મેનેજર સાથે રૂ.89500 ની છેતરપીંડી થઈ હતી. બનાવ અંગે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે પામ સિટીમાં રહેતાં કિશનભાઈ પરસોત્તમભાઈ ગજેરા (ઉ.28) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રણછોડનગરમાં આવેલ એક્સીસ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે.

ગઈ તા. 4 ઓકટોબરના રોજ તેની બેન્ક દ્વારા તેનું નવું ક્રેડિટ કાર્ડ કુરીયરમાં આવવાનું હતું. જેથી તેણે તે કુરીયર કંપનીના પોર્ટલ ઉપર પાર્સલ ટ્રેક કર્યું હતું. તેને કુરીયર ઝડપથી જોઈતું હોવાથી ગઈ તા. 7 ઓકટોબરના રોજ ગુગલ પર તે કુરીયર કંપનીના કસ્ટમર કેરના નંબર સર્ચ કરી તેની ઉપર કોલ કર્યો હતો. જેમાં સામાવાળાને કુરીયર ઝડપથી જોઈતું હોવાનું કહેતા રૂ.5 ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. ત્યારબાદ સામાવાળાએ તેના વોટસએપ નંબર ઉપર અજાણી એક લિંક મોકલી હતી. જે લિંક તેને કલીક કરવાનું કહ્યું હતું.

તેણે તેમ કરતાં જ એક એપ ઈન્સ્ટોલ થઈ ગઈ હતી. જે તેને ઓપન કરવાનું કહેતાં તેમ કર્યું હતું. તેમાં પોતાની ટૂંકી વિગત ભરી હતી. નીચે રૂ.5 પેમેન્ટનું ઓપ્સન હોવાથી તે કલીક કરતાં તેના એચડીએફસીમાં આવેલા ખાતામાંથી પેમેન્ટ થઈ ગયું હતું. તેના ત્રીજા દિવસે તે નોકરી પર હતા ત્યારે બેન્ક તરફથી તેના ખાતામાંથી રૂ. 89500 ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. જેથી પરિસ્થિતિ પામી જતાં સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર પર કોલ કરી ફરિયાદ આપી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જે મોબાઈલ નંબર પરથી ગઠીયાએ વાત કરી હતી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જે-તે કંપનીના કસ્ટમર કેરના નંબર ગુગલ પર સર્ચ કરવા જતાં અનેક લોકો સાયબર ફ્રોડનો ભોગ અત્યાર સુધી બની ગયા છે.