છેતરપિંડી@જૂનાગઢ: એક મહિલા સાથે આરોપીએ 11 લાખની છેતરપીંડી આચરી

પોલીસમાં છેતરપીંડી વિશ્ર્વાસઘાતની નોંધાઈ 
 
છેતરપિંડી: 1 સંતાનની માતાએ કુંવારી હોવાનું નાટક કરી, પ્રેમી પાસેથી 3 લાખ પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં છેતરપિંડીના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને -કોઈ જગ્યાએથી છેતરપિંડીની ઘટના સામે આવતી હોય છે. 

વિસાવદર નજીકના માંડાવડમાં રહેતા એક મહિલાને વિસાવદરના મહિલાએ 11 લાખ સુથી લઈને સાટાખત કરી આપ્યું હતું. પરંતુ વર્ષ 2019માં ધારીના મહિલાએ અન્યને આ મકાનનું સાટાખત કરી આપ્યુ હતું. આ અંગેની જાણ પણ કરી ન હતી. આ અંગેની ફરીયાદ વિસાવદર પોલીસમાં છેતરપીંડી વિશ્ર્વાસઘાતની નોંધાઈ છે.

વિસાવદરનાં માંડાવડમાં રહેતા સ્મીતાબેન ગીરીજાશંકર વિક્રમા (ઉ.50) એ તા.20-3-2019ના સોનલબેન અલ્પેશભાઈ ઝાલાવાડીયા પાસે જુનાગઢ રોડ પર આવેલા જલારામ પેલેસમાં ચોથા માળે 12 લાખમાં પ્લોક લીધો હતો જે તે સમયે 12 લાખમાં આ બ્લોક વેચાણ રાખવાનું નકકી થયેલ ત્યારે 11 લાખ સુધી પેટે સોનલબેનને આપ્યા હતા.

બાકીના એક લાખ લોન ચુકતે થયા બાદ ચુકતે કરવા પાકો રજીસ્ટર વેચાણ કરવા નકકી થયેલ હતું. સ્મીતાબેને મકાન લીધુ તે પહેલા સોનલબેન ઝાલાવાડીયાએ 27-2ના ધારી તાબેના કોઠા પીપરીયાના વ્યકિતને સાટાખત કરી આપેલ જેની જાણ સ્મીતાબેનને કરી ન હતી જેની જાણ થતા સ્મીતાબેન વિકમાએ 11 લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા વિસાવદર પોલીસે વિશ્ર્વાસઘાત છેતરપીંડીની તપાસ હાથ ધરી છે.