છેતરપિંડી@રાજકોટ: દંપતિએ પિતા-પુત્ર સાથે રૂ.૩૬ લાખની છેતરપિંડી આચરી, જાણો વિગતે

 રૂ.૩૬ લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના 
 
છેતરપિંડી: 1 સંતાનની માતાએ કુંવારી હોવાનું નાટક કરી, પ્રેમી પાસેથી 3 લાખ પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

શેરબજારમાં વધુ નફાની લાલચ આપીને અમદાવાદના દંપતીએ પિતા-પુત્ર સાથે રૂ.૩૬ લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે જેતપુર સીટી પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી હતી.

જેમાં જેતપુર, ગાયત્રી મંદિર પાસે કોટડીયાવાડી શેરી નંબર - ૦૫માં રહેતા ૬૦ વર્ષીય ફરિયાદી સુરેશભાઇ કલ્યાણજીભાઇ પોશીયાએ અમદાવાદ ખાતે રહેતા આરોપી અક્ષય અનીષભાઇ પટેલ અને ક્રિષ્ના અક્ષય પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, કેનેડા સ્થિત સુરેશભાઈ નો પુત્ર ઉદય ભૂતકાળમાં અમદાવાદ ખાતે અભ્યાસ કરતો હતો અને ત્યાં જ તેનો પરિચય અક્ષય પટેલ સાથે થયો હતો બંને મિત્રો બની ગયા બાદ નિયમિત રીતે એકબીજાના સંપર્કમાં હોય અને આરોપી અક્ષય પટેલે વર્ષ ૨૦૨૧માં ઉદયને એવી લાલચ આપી હતી કે, "હુ શેરબજારનો ધંઘો કરૂ છુ અને હું શેરબજારનો જાણકાર છુ જેમાં મને સારૂ એવુ વળતર મળે છે તારે રોકાણ કરવુ હોય તો જે નફો થાય તેમાંથી ૬૦ ટકા ભાગ તારો રહેશે અને બાકીનો ૪૦ ટકા ભાગ મારો રહેશે" તેવી વાત કરી હતી જેથી ઉદય શેરબજારમાં રોકાણ કરવા અંગેનો વિચાર સુરેશભાઈને પણ જણાવ્યું હતું અને પિતા-પુત્રએ તા.૧૨/૧૦/૨૦૨૧ થી ૦૯/૦૯/૨૦૨૨ના સમયગાળા દરમિયાન કુલ રૂ.૨૪,૯૭,૫૦૦ શેરબજારમાં રોકાણ કરવા માટે મોકલી આપ્યા હતા.

જે બાદ ઉદય આરોપી અક્ષય પાસે જ્યારે નફાની રકમની માંગણી કરી એ સમયે અક્ષય પટેલે એવી કેફિયત આપી હતી કે, હું ઇન્કમટેક્ષની ભીસમાં છુ હુ તમોને થોડા સમય પછી તમારા નફા સહિતના પૈસા આપી દઇશ" તેવી વાત કરી હતી જેથી પૈસા શેર બજારમાં ક્યા રોકાણ કરેલ છે ? તેમજ તેમા કેટલો નફો કે નુકશાન થયેલ છે તે બાબતે પુછતા અક્ષયે જણાવેલ કે,"તે વિગત હું તમોને અત્યારે આપી શકુ તેમ નથી તમો મારા ઉપર ભરોસો રાખો" તેમ કહીને આરોપી અક્ષય ઉદયને કોટક મહિન્દ્રા બેંકની બેલેન્સ શીટનો ફોટો મોકલેલ હતો જેમાં તેના કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટમાં ચાર કરોડ રૂપીયા ઉપર બેલેન્સ હતુ અને તે મોકલીને અક્ષયે ઉદયને કહેલ કે " મારા એકાઉન્ટમાં પુરતા પૈસા પડેલા છે પરંતુ ઇન્કમટેક્સની રેઇડના કારણે મારૂ એકાઉન્ટ ફ્રીજ થઇ ગયેલ છે જેથી તેને અનફ્રીજ કરવા માટે મારે થોડા રૂપીયાની જરૂર છે તો તુ મને થોડા પૈસા આપ જેથી હુ મારૂ બેંક એકાઉન્ટ અનફ્રીજ કરીને બ ઘાના રૂપીયા આપી દવ" તેવી વાત કરી હતી એટલું જ નહીં આરોપી ક્રિષ્નાએ ઉદયને કેનેડા વોટસઅપ કોલ અને મેસેજ કરી ને જણાવેલ કે "મારા પીતાજીને પૈસાની ખુબ જ જરૂરીયાત છે જેથી હું તમોને અડધી રાતે પૈસાનુ કહુ છુ તમો ૧૦ લાખ મોકલો તમોને અક્ષય પૈસા નહિ આપે તો હુ મારા પગારમાંથી તમોને તમારા પૈસા આપી દઈશ" તેમ વાત કરતા ઉદએ અક્ષયના બેંક એકાઉન્ટમાં આશરે સાડા ત્રણ લાખ જેટલા બેંકમાં ટ્રાન્સફર કરેલ હતા અને રૂપીયા સાડા છ લાખના બીટ કોઈન મોકલેલ હતા અને કુલ રૂ.૧૦ લાખ ક્રિષ્નાબેનના કહેવા થી અક્ષયને મોકલેલ હતા. જે બાદ આ પૈસા ન મળતા પિતા પુત્ર એ તા. ૧૪/૦૭/૨૦૨૩ ના રોજ જેતપુર સીટી પોલીસ મથક ખાતે આરોપી અક્ષય વિરુદ્ધ અરજી કરી હતી એ વખતે આરોપી અક્ષય જેતપુર ખાતે આવેલ હતો અને પિતા પુત્રને પોલીસ ફરીયાદ કરવાની ના પાડેલ હતી અને અક્ષયે સમજૂતી કરાર કર્યો હતો.

જે અનુસાર તા.૧૫/૦૮/૨૦૨૩ ના રોજ રૂપીયા દોઢ લાખ આપના હતા અને બાકીની રકમના ચેક આપવાના હતા અને ચેકની રકમ મુજબ અક્ષય એક વર્ષના સમયગાળામાં તમામ રકમ પૂરી કરી દેવાની હતી. પરંતુ આ સમજુતી કરાર કર્યા પછી અક્ષયે પોતાનો મોબાઈલ નંબર બંધ કરી દીધો હતો જે બાદ પિતા પુત્ર એ તપાસ કરતા સામે આવ્યું હતું કે અક્ષયને ત્યાં કોઈ ઇન્કમટેક્સની રેડ પડી ન હતી અને ક્રિષ્ના એ પણ કાવતરું રચીને પૈસા પડાવી લીધા હતા આમ આરોપી દંપત્તિએ પિતા પુત્ર સાથે કુલ રૂપિયા ૩૬ લાખની છેતરપિંડી હાજરી હતી આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.