છેતરપિંડી@ગુજરાત: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ 3.40 કરોડની છેતરપિંડી આચરી

પોલીસ ફરિયાદ નોંધાવી છે.
 
છેતરપિંડી: 1 સંતાનની માતાએ કુંવારી હોવાનું નાટક કરી, પ્રેમી પાસેથી 3 લાખ પડાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેતરપિંડીનાં બનાવો ખુબજ વધી ગયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગ ભવનમાં ઓફિસ ધરાવી જમીન-મકાનનું કામ કરતા જસ્મિન બાલાશંકરભાઈ માઢકે સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે 3.40 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જસ્મિન માઢકે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર ઋષિકુળ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી. આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજય આલુસિહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જમીનના નામે 3.40 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.


આ પોલીસ ફરિયાદમાં જસ્મિન બાલાશંકરભાઈ માઢક (ઉં.વ.45)એ જણાવ્યું હતું કે ભક્તિનગર સર્કલ મેઘાણી રંગ ભવનમાં પહેલા માળે ઓફિસ નં.101માં મારા મિત્ર જય મોલિયાની જમીન લે-વેચની ઓફિસ આવેલી છે, ત્યાં હું તથા જય મોલિયા બન્ને સારી જગ્યાએ જમીન હોય તો એમાં રોકાણ કરી ભાગીદારીમાં જમીન લે-વેચનો વેપાર-ધંધો કરીએ છીએ એવું વિચારેલું. હું તથા મારા ભાગીદાર જય મોલિયા બન્ને કાર લેવા માટે સુરત ગયા હતા, ત્યાં સુરેશભાઈ તુલસીભાઈ ઘોરી, જે જૂની કાર લે-વેચનો ધંધો કરતા હોય, તેની સાથે મુલાકાત બાદ ગાડી લેવા બાબતે વાતચીત થઈ હતી. ત્યારે સુરેશ ઘોરીએ અમને જણાવ્યું હતું કે હું જૂની કા૨ લે-વેચની સાથે જમીનની દલાલીનું કામ પણ કરું છું. આમ આ રીતે તેમનો પરિચય થતાં એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.


ચાલુ વર્ષે સુરેશભાઈ ઘોરીનો મારા ભાગીદાર જય મોલિયા પર ફોન આવ્યો અને વાત કરી હતી કે એક જમીન બાબતે રૂબરૂ મળવું છે. આમ વાત કરતાં જય મોલિયાએ હા પાડી હતી અને આ વાત જયે મને કરી હતી. ત્યાર બાદ તા.16.01.2024ના રોજ હું તથા મારા ભાગીદાર જય મોલિયા મેઘાણી રંગ ભવન પહેલા માળે ઓફિસે હતી ત્યારે સુરેશભાઈ ઘોરી અમારી ઓફિસ આવ્યા હતા. તેમની સાથે બીજા એક ભાઇ પણ હતા. સુરેશભાઇએ તેમની ઓળખાણ લાલજીભાઇ ઢોલા વડતાલ મંદિરના ખજાનચી તરીકેની આપી હતી અને સુરેશ ઘોરીએ જણાવ્યું હતું કે દહેગામ પાસે લીંબ ગામ છે, ત્યાં 510 વીઘા જેટલી જમીન આવેલી છે. જે જમીન ઉપર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે. કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામીને ગૌશાળા તથા મોટું મંદિર બનાવવું છે અને જમીન લેવી હોય તો આમાં તમે રોકાણ કરશો તો તમને સારો એવો નફો મળશે. આમ વાત કરી કહ્યું, તમે અંકલેશ્વર પાસે ગૌશાળા છે ત્યાં આવો તો હું તમને મળાવી દઉં આમ કહેતાં મેં તથા મારા ભાગીદાર જય મોલિયાએ હા પાડી હતી.


ત્યાર બાદ તા.17.0.1.2024થી તા.19.01.2024 વચ્ચે હું તથા જય મોલિયા અંકલેશ્વર ગયા ત્યારે સુરેશભાઈને ફોનથી જાણ કરી હતી, જેથી સુરેશભાઇ હાઇવે ઉપર એક પેટ્રોલ પંપ પાસે લેવા માટે આવ્યા હતા અને ઋષિકુળ ગૌધામ ખાતે લઇ ગયા હતા. ત્યારે લાલજીભાઇ ઢોલા પણ ત્યાં હાજર હતા અને ત્યાં ઋષિકુળ ગૌધામ ઉપર વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી.સ્વામી એમ બધા હાજર હતા, જેથી સુરેશભાઇ ઘોરીએ આ ચારેય સ્વામી સાથે અમારો પરિચય કરાવ્યો હતો અને ચારેય સ્વામીએ પોતે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી હોવાનું જણાવ્યું હતું. તમામ સ્વામીએ પોતે નૌતમ સ્વામીની સાથે હોવાનું જણાવ્યું હતું. અમને વાત કરેલી કે લીંબ ગામ ખાતે 510 વીઘા ખેતીની જમીન આવેલી છે. એ જમીન ખરીદીને ત્યાં ગૌશાળા તથા પોઇચા જેવું ભવ્ય મંદિર બનાવવાનું છે, પરંતુ અમે સીધા ખેડૂત પાસે જમીન ખરીદવા જઈએ તો અમારી પાસે વધારે ભાવ લેશે. જો તમે વેપારી તરીકે ખેડૂત પાસે જશો તો ભાવમાં જમીન આવશે અને જો જમીનનો સોદો ખેડૂત પાસેથી થઈ જાય તો અત્યારે સુથી પેટે જે રકમ આપવાની થાય એ તમારે આપવાની અને સાટાખત તમારા નામે કરાવી નાખવાનું. ત્યાર બાદ અમે જેના નામે કહીએ તેના નામે તમે દસ્તાવેજ કરી આપજો અને જમીન ફરતે તમારે ફેન્સિગનું કામ કરી આપવાનું રહેશે.


બધું કામ પૂરું થઇ ગયા પછી તમે જે સુથીની રકમ રોકી હશે એ અસલ સાટાખત અમને આપશો એટલે તમને તમારી રોકેલી રકમ 5 દિવસમાં પરત આપી દઈશું અને દસ્તાવેજ થઇ જશે એટલે તમને એક વીઘાના રૂ.1 લાખ વળતર પણ આપીશું. અમારે દાનની રકમ કેનેડાના દાતા તરફથી આવવાની છે એવું જણાવ્યું હતું. ત્યારે લાલજીભાઇ ઢોલાએ મંદિરનો થ્રીડી પ્લાન પણ અમને બતાવ્યો હતો, જેથી અમને આ તમામ પર વિશ્વાસ આવી ગયો. ત્યાર બાદ બે-ત્રણ દિવસ પછી હું તથા જય મોલિયા દહેગામ ગયા હતા અને ત્યાં પહોંચી સુરેશભાઈ ઘોરીને બોલવતા તેઓ અમારી પાસે આવ્યા હતા. અમે ત્રણેય દહેગામ પાસે આવેલા પીપલોજ ગામે સીધા ખેડૂતના ઘરે ગયા હતા. ત્યારે સુરેશભાઇએ અમને ભૂપેન્દ્રભાઇ શનાભાઇ પટેલ તથા વિજયસિંહ આલુસિંહ ચૌહાણની ખેડૂત તરીકે ઓળખાણ આપી મુલાકાત કરાવી હતી. આ બન્ને ખેડૂત ભૂપેન્દ્રભાઇ પટેલ તથા વિજયસિંહ ચૌહાણે જણાવ્યું કે લીંબ ગામની 510 વીઘા જેટલી જમીન અમે અલગ-અલગ ખેડૂતો પાસેથી ખરીદી છે અને આ જમીનનું સાટાખત અમારા નામે કરાવેલું છે. જે અસલ સાટાખત અમને બતાવ્યું અને એક વીઘાના રૂ.20 લાખ ભાવ કહ્યો હતો તેમજ સુથી પેટે રૂ.5 કરોડ આપવાના રહેશે. આ સુથીની રકમ આપશો ત્યારે તમને સાટાખત કરી આપીશું એમ જણાવ્યું હતું.


ત્યાર બાદ અમે આ લોકોને કહ્યું કે અમને ભાવ થોડા વધારે લાગે છે. બેઠકમાં રકઝકના અંતે એક વીઘાના રૂ.18 લાખ નક્કી થયા હતા. ત્યારે અમે ખેડૂતને સુથી પેટે રૂ.3 કરોડ આપીશું એવી વાતચીત થતાં આ ખેડૂતોએ હા પાડી હતી અને અમે બધા ત્યાંથી જમીન જોવા માટે ગયા. ત્યાર બાદ અમે તેમને કહ્યું કે અમારા ભાગીદાર સાથે વાતચીત કરીને બે-ચાર દિવસમાં અમે તમને જણાવીશું. ત્યાર બાદ 2 દિવસ પછી હું તથા જય મોલિયા બન્ને આણંદ ગયા હતા અને સુરેશભાઇ ઘોરીનો કોન્ટેક્ટ કરી અમારે સ્વામીને મળવું છે તેમ જણાવતાં અમે સુરેશભાઇ સાથે સીધેશ્વર ગૌશાળાએ ગયા. જ્યાં વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી તથા લાલજીભાઇ ઢોલા એમ બધા હાજર હતા અને અમે આ સ્વામીઓને જણાવ્યું કે અમે ખેડૂત સાથે મિટિંગ કરી લીધી છે. એક વીઘાના 18 લાખ ભાવ નક્કી કર્યો છે અને સુથી પેટે રૂ.3 કરોડ આપવાના છે, પરંતુ થોડી રકમ તમારે આપવી પડશે. અમારી પાસે પૂરી રકમ થાય એમ નથી એમ કહેતાં વિજયપ્રકાશ સ્વામીએ કહેલું કે જ્યારે સુથીની રકમ આપવાની થાય ત્યારે કહેજો, હું લાલજીભાઇ ઢોલાને રૂ.50 લાખ લઇને મોકલીશ.


અત્યારે તમે રૂ.50 હજાર લેતા જાઓ, એમ કહી અમને રૂ.50 હજાર આપતાં અમે આ તમામ સ્વામીઓ પર વધુ વિશ્વાસ આવી ગયો હતો. એ સમયે અમે સુરેશભાઇ ઘોરીને કહ્યું કે આવતીકાલે તમે બન્ને ખેડૂતને લઇને અમારી રાજકોટ ઓફિસે આવો, ત્યાં જમીનનો સોદો ફાઇનલ કરી નાખીશું. ત્યાર બાદ બીજા દિવસે સુરેશભાઈ ઘોરી તથા બંને ખેડૂત ભૂપેન્દ્રભાઈ શનાભાઇ પટેલ તથા વિજયસિંહ આલુસિંહ ચૌહાણ અમારી રાજકોટ ઓફિસે આવ્યા હતા. ત્યારે હું તથા જય મોલિયા બન્નેએ આ લોકોને કહ્યું કે અત્યારે રૂપિયા અઢી લાખ ટોકન પેટે લેતા જાઓ, બાકીનું પેમેન્ટ અમે કાલે તમારા ઘરે આપી જઈશું અને નોટરાઇઝ સાટાખત કરી નાખીશું. આ સમયે ખેડૂત ભૂપેન્દ્રભાઈ પટેલના હાથમાં અઢી લાખ રોકડા આપ્યા હતા અને આ લોકો રૂપિયા લઇને જતા રહ્યા હતા.


ત્યાર બાદ ગઇ તા.28.01.2024ના રોજ હું તથા જય મોલિયા તથા અમારા બંન્નેના કોમન મિત્ર સંજયભાઈ પરસાણા તથા જય મોલિયાનાં પત્ની ધરતીબેન એમ ચારેય દહેગામ ગયાં. જય મોલિયાનાં પત્ની ખાતેદાર ખેડૂત હોવાથી તેના નામનું સાટાખત કરાવવાનું હતું અને અમે અમારી સાથે રોકડા રૂ.2 કરોડ 47 લાખ લઇ ગયા હતા. દહેગામ પહોંચીને સુરેશભાઈને ફોન કરીને સીધા ખેડૂતના ઘરે આવવા કહ્યું અને અમે બધા ખેડૂત ભૂપેન્દ્રભાઇના ઘરે પહોંચ્યા, ત્યારે વિજયસિંહ ચૌહાણ પણ હાજર હતા અને અમે રાત્રે ભૂપેન્દ્રભાઇના ઘરે રોકાયા હતા. બીજા દિવસે સવારે આ ભૂપેન્દ્રભાઇ તથા વિજયસિંહ ચૌહાણ સાટાખત તૈયાર કરી નોટરીને લઇને આવ્યા હતા, જેથી અમે સુરેશભાઇ ઘોરીને કહ્યું કે રૂ.50 લાખ સ્વામીએ આપવાનું કહ્યું છે એ મગાવી લો, ત્યારે લાલજીભાઇ ઢોલા રૂ.50 લાખ લઈને ભૂપેન્દ્રભાઈના ઘરે આવ્યા હતા અને અમે ત્યારે કુલ રૂ.3 કરોડ ખેડૂત એવા ભૂપેન્દ્રભાઇ તથા વિજયસિંહ ચૌહાણને રોકડા આપ્યા હતા, જેનું અમે અમારા મોબાઇલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ બન્ને ખેડૂતે લીંબ ગામના અલગ અલગ સર્વે નંબરવાળી જમીન મારા તથા જય મોલિયાનાં પત્ની ધરતીબેનના નામે તા.29.01.2024ના રોજ નોટરી ભરતકુમાર જી. પટેલ રૂબરૂ નોટરાઇઝ કરી વેચાણ અંગેનો સમજૂતી કરાર રૂ.300ના ઈ-સ્ટેમ્પ પેપર પર કરી આપ્યો હતો.


ત્યાર બાદ ત્યાંથી અમે આણંદ સીધેશ્વર ગૌશાળાએ ગયા અને ત્યાં દેવપ્રકાશ સ્વામીને મળી તેમને અસલ સાટાખત બતાવ્યું, જેથી તેમણે કહ્યું કે તમે આ અસલ સાટાખત આપો એટલે હું નૌતમ સ્વામીને બતાવી દઉં અને ચાર-પાંચ દિવસ પછી તમને અસલ સાટાખત તથા તમે રોકાણ કરેલી રકમ પાછી આપી દઈશું એમ કહ્યું હતું, જેથી અસલ સાટાખત તેમને આપી દીધું, અમે રાજકોટ પરત આવી ગયા. ત્યાર બાદ ત્રણ-ચાર દિવસ પછી સુરેશભાઇ ઘોરીએ જય મોલિયાને ફોન કરી કહ્યું કે સ્વામી બોલાવે છે, આપણે તેમની પાસે જવાનું છે, જેથી હું તથા જય મોલિયા આણંદ પહોંચી સુરેશભાઈને ફોનથી જાણ કરતાં તેમણે કહ્યું કે હું આવી શકું એમ નથી, બહાર છું, તમે સ્વામી પાસે જતા આવો અને લાલજીભાઇ ઢોલા ત્યાં હશે એમ કહેતાં અમે સીધેશ્વર ગૌશાળાએ ગયા અને ત્યાં દેવપ્રકાશ સ્વામી તથા વિજયપ્રકાશ સ્વામી તથા લાજીભાઇ ઢોલા હાજર હતા, ત્યારે દેવપ્રકાશ સ્વામી તથા વિજયપ્રકાશ સ્વામીએ અમને કહેલું કે વડતાલ મંદિરેથી બધું ફાઇનલ થઇ ગયું છે. અસલ સાટાખત તમને પરત આપી છીએ એમ કહી અસલ સાટાખત અમને આપી દીધું અને ત્યારે આ બન્ને સ્વામીએ અમને કહેલું કે આ જમીન ખરીદ કરવા માટે દાન કેનેડાના દાતા પાસેથી લેવાનું છે, પરંતુ હાલ તેઓ દુબઇ છે અને અમારે તેમની સાથે કોન્ટ્રેક્ટ કરવાનો છે કે અમે આ જમીન મંદિર તથા ગૌશાળા માટે ખરીદ કરવાના છીએ, તમે પણ દુબઈ સાથે આવો તો તેમને અમારી પર વિશ્વાસ આવે એમ કહ્યું અને વિઝા થઈ જાય પછી આપણે બધા સાથે દુબઇ જઇશું એમ વાતચીત થઈ હતી. અમે ચારેક દિવસ બાદ મારા તથા જય મોલિયા બન્નેના વિઝા કરાવી લીધા અને એ વિઝાની કોપી વ્હોટસએપમાં દેવપ્રકાશ સ્વામી તથા વિજયપ્રકાશ સ્વામી તથા લાલજીભાઇ ઢોલાને મોકલી.


ત્યાર બાદ જય મોલિયાએ વિજયપ્રકાશ સ્વામીને ફોનથી પૂછ્યું કે દુબઇ ક્યારે જવાનું છે? ત્યારે તેમણે કહ્યું કે દેવપ્રકાશ સ્વામી તથા લાલજીભાઇ ઢોલા બન્ને તા.13.02.2024ના રોજ દુબઈ પહોંચી જશે, તમે પણ તા.13.02.2024ના રોજ દુબઇ પહોંચી જજો, ત્યાં પહોંચીને ફોન કરજો, તેઓ તમને ત્યાં મળી જશે એમ વાતચીત થઈ હતી. જેથી હું તથા જય મોલિયા તા.13.02.2024ના રોજ દુબઈ પહોંચ્યા અને લાલજીભાઇ ઢોલાને જાણ કરી, જેથી લાલજીભાઇએ દુબઇમાં કાના કાફેનો બિઝનેસ બે એરિયાનું લોકેશન જય મોલિયાને વ્હોટસએપ દ્વારા મોકલ્યું, જેથી અમે ત્યાં ગયા હતા અને ત્યારે દેવપ્રકાશ સ્વામી તથા લાલજીભાઈ ઢોલા તથા અન્ય બે વ્યક્તિ હાજર હતાં અને આ બન્ને વ્યક્તિની ઓળખાણ દાતા તરીકે કરાવી હતી, જેમાંથી એક વ્યક્તિનું નામ આનંદજી કરીને હતું તે મને હાલ યાદ છે, ત્યારે દેવપ્રકાશ સ્વામીએ અમારી ઓળખાણ આ બન્નેને આપી હતી અને અમે જમીન લેવામાં મદદ કરીએ છીએ એમ જણાવ્યું હતું.


આ બન્ને વ્યક્તિએ દેવપ્રકાશ સ્વામીને કહ્યું હતું કે અમે ત્રણ કટકે જમીન લેવા માટેની રકમ મંદિરના બેંક ખાતામાં જમા કરાવી આપીશું અને જેમ-જેમ દસ્તાવેજ થાય એમ દસ્તાવેજની કોપી અમને મોકલી આપજો. પહેલી રકમ 10 દિવસમાં અમે મંદિરના બેંક ખાતામાં મોકલી આપીશું. આમ, આશરે એકાદ કલાક આ લોકો સાથે મિટિંગ ચાલી હતી અને આમ વાતચીત થઈ હતી. ત્યાર બાદ બીજા દિવસે અમે રાજકોટ પરત આવતા રહ્યા હતા. ત્યાર બાદ દર ત્રણ-ચાર દિવસે જય મોલિયા આ વિજયપ્રકાશ સ્વામી તથા દેવપ્રકાશ સ્વામી તથા લાલજીભાઇ ઢોલા તથા સુરેશભાઈ ઘોરીને ફોન કરીને પૂછતાં કે અમારું પેમેન્ટ ક્યારે પાછું મળશે? ત્યારે તેઓ કહેતા કે બેંક ક્વેરી આવી છે, એ સોલ્વ થવામાં થોડીવાર લાગે તેમ છે, આજ સમયગાળા દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલનો જય મોલિયાને ફોન આવ્યો હતો અને તેમણે રૂ.1 કરોડ રૂપિયાની જરૂર છે એમ કહેતાં જય મોલિયાએ લાલજીભાઈને ફોન કરી કહ્યું કે ખેડૂત રૂ.1 કરોડ માગે છે તો તમે રૂપિયાની વ્યવસ્થા કરી આપો, જેથી આપણું કામ આગળ વધે. અમારી પાસે હવે ખેડૂતને આપવા માટે રૂપિયા નથી અમને પણ તમારે સાટાખત થઇ ગયા પછી પાંચ દિવસમાં રૂપિયા પરત આપી દેવાના હતા, એ પણ આપ્યા નથી. જેથી લાલજીભાઇએ કહ્યું હતું કે હું સ્વામી સાથે વાત કરીને તમને જાણ કરું. ત્યાર બાદ બીજા દિવસે જય મોલિયાએ લાલજીભાઈને પાછો ફોન કરીને વાત કરતાં તેમણે કહ્યું હતું કે સ્વામી હાલ રૂ.20 લાખ સુરેશભાઈ ઘોરી સાથે તમે કહો ત્યારે ખેડૂતને મોકલાવી દેશે. બીજી રકમની વ્યવસ્થા હાલ તમારે કરવી પડશે.


થોડા દિવસોમાં તમારું જે રોકાણ છે એ તમને પાછું આવી જશે એમ વાત કરી હતી, જેથી જય મોલિયાએ ખેડૂત ભૂપેન્દ્રભાઈને કહ્યું હતું કે રૂ.1 કરોડ પૂરા થાય એમ નથી, રૂ.75 લાખની વ્યવસ્થા થાય એમ છે ત્યારે ખેડૂતે હા પાડી હતી. ત્યાર બાદ અમે તા.29.02.2024ના રોજ પી.એમ. આંગડિયા રાજકોટ બ્રાન્ચમાંથી રૂ.55 લાખ ભૂપેન્દ્રભાઈ પટેલના નામે દહેગામ ખાતે આંગડિયું કર્યું અને આ જ દિવસે અમે સુરેશભાઇ ઘોરીને ભૂપેન્દ્રભાઈને રૂ.55 લાખ આંગડિયાથી મોકલીએ છીએ અને રૂ.20 લાખ તમે સ્વામી અથવા લાલજીભાઈ પાસેથી લઈને ભૂપેન્દ્રભાઈને આપતા આવજો અને રૂ.75 લાખ મળ્યા અંગેની પહોંચ ભૂપેન્દ્રભાઈ પાસેથી લઇ લેજો અને અસલ પહોંચ અમે પછી તમારી પાસેથી મેળવી લઇશું એમ વાતચીત થઈ હતી.


ત્યાર બાદ જય મોલિયાએ ભૂપેન્દ્રભાઈને રકમ મળી ગયાની ખાતરી કરતાં તેમને રૂ.75 લાખ મળી ગયા છે એમ જણાવ્યું અને પહોંચ સુરેશભાઈને આપેલી છે એમ કહ્યું હતું. ત્યારે જય મોલિયાએ ભૂપેન્દ્રભાઈને કહ્યું કે હવે તમે જમીનની સરકારી માપણી શીટ તથા જાહેર નોટિસ તૈયાર કરાવી આપજો, પછી જ હવે બાકીનું પેમેન્ટ આપીશું એમ કહેતાં ભૂપેન્દ્રભાઇએ હા પાડી હતી. ત્યાર બાદ અમે જે રૂપિયાનું રોકાણ કર્યું એ રૂપિયા પરત આપવા માટે આ તમામ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી.સ્વામી, લાલજીભાઇ ઢોલા, સુરેશભાઈ ઘોરીને અવારનવાર તેમના મોબાઇલ નંબરો પર વાતચીત કરી હતી, પરંતુ આ લોકો કોઇ ને કોઇ બહાનાં બતાવતાં હતાં અને આ રીતે સમય પસાર કરતા હતા.


ત્યાર બાદ ગઇ તા.16.05.2024ના રોજ દિવ્ય ભાસ્કર પેપરમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે આણંદમાં સ્વામિનારાયણ મંદિરના બહાને સુરતના તબીબના રૂ.1.34 કરોડ ખંખેર્યા, જે અમે વાંચતા અમે ઓનલાઇન એફ.આઇ.આર.ની કોપી મેળવી એ વાંચતાં એમાં આરોપી તરીકે સુરેશભાઇ ઘોરી તથા જયપ્રકાશ સ્વામીનાં નામ હતાં, જેથી અમને લાગ્યું કે અમે પણ આ લોકોથી છેતરાયેલા છીએ અને અમારી સાથે છેતરપિંડી થઈ છે. ત્યાર બાદ ઉપરોક્ત બંને ખેડૂત ભૂપેન્દ્રભાઇ પટેલ તથા વિજયસિંહ ચૌહાણને ફોન કરતાં તેઓ પણ ફોન ઉપાડતા નહોતા, જેથી અમને વધુ શંકા ગઈ હતી અને અમે સુરત જે ફરિયાદ કરેલી તે ડોક્ટર હડિયાનો ફોન પર કોન્ટેક્ટ કરી અમે જણાવ્યું કે અમે પણ સ્વામીના કહેવાથી લીંબ ગામ ખાતે ખેતીની જમીન ખરીદ કરવાનો સોદો કરેલો છે તો તેમણે જણાવ્યું કે મેં ફરિયાદ કર્યા પછી મને ઘણી વ્યક્તિઓના ફોન આવે છે,.જેમાં ચંદુભાઈ પીઠવાનો પણ ફોન આવ્યો હતો અને તેમણે પણ લીંબ ગામમાં સ્વામીના કહેવાથી જમીનનો સોદો કરેલો છે એવું જણાવતાં અમે ડોક્ટર હડિયા પાસેથી ચંદુભાઈ પીઠવાનો નંબર મેળવ્યો અને ચંદુભાઇનો કોન્ટેક્ટ કરતાં તેમણે અમને જણાવ્યું કે લીંબ ગામ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિજયસિંહ ચૌહાણ નામના ખેડૂતો મને પણ સાટાખત કરી આપ્યું એમ વાત કરી હતી. અમે એકબીજાને વ્હોટસએપ દ્વારા સાટાખતની કોપી મોકલેલી હતી. ત્યાર બાદ અમે ખેડૂત ભૂપેન્દ્રભાઈ પટેલને આ બાબતે વાતચીત કરતાં તેમણે કહ્યું કે જે મને મારી જમીનના પૂરા પૈસા આપી દેશે તેને હું દસ્તાવેજ કરી દઇશ એવા જવાબો આપ્યો હતો.