હડકંપ@નર્મદા: મનરેગાના કરારીની કરોડોની જમીનની વધુ તપાસ કરૂ છું , જોકે નિયામક તેને બચાવે છે: સાંસદ

 ભ્રષ્ટાચાર બાબતની લડત ચલાવી રહ્યા છે. 
 
હડકંપ@નર્મદા: મનરેગાના કરારીની કરોડોની જમીનની વધુ તપાસ કરૂ છું , જોકે નિયામક તેને બચાવે છે: સાંસદ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

નર્મદા જિલ્લાના હાલના ગરૂડેશ્વર તાલુકા પંચાયતના મનરેગા એપીઓ વિરુદ્ધની કથિત રીતે અપ્રમાણસરની મિલ્કત મામલે સાંસદે ચોંકાવનારી વિગતો જણાવી છે. સાંસદ વસાવાએ નિયામક ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે કે, એપીઓ શેખને ખુદ નિયામક બચાવે છે. તેણે કરોડોની જમીન લીધી જ છે પરંતુ તેની વધુ તપાસ હું કરાવી રહ્યો છું. આટલુ જ નહિ, એપીઓ મળી ગયા બાબતે તાડુકીને સાંસદ બોલ્યા કે, મને મળવા આવ્યા નથી અને એવું કંઈ થાય નહિ. આ શબ્દોથી એપીઓ શેખના મળી આવ્યોની વાત હવાહવાઈ બની છે. જાણીએ સાંસદે ગરૂડેશ્વર મનરેગા એપીઓની ફરિયાદ બાદ શું કર્યું અને કેવી રીતે સાંસદ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહ્યા તેની ચોંકાવનારી વિગતો અહીં.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા પંચાયતના મનરેગાના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મહંમદ શેખ વિરુદ્ધ સાંસદ મનસુખ વસાવા ભ્રષ્ટાચાર બાબતની લડત ચલાવી રહ્યા છે. જેમાં નિયામક જાદવની શંકાસ્પદ ગતિવિધિ મામલે સાંસદ વસાવાએ સીધો આક્ષેપ કર્યો છે કે, "" હું આગામી દિશા મિટીંગમાં ફરીથી આનો જવાબ લઈશ, મને લાગે છે કે, નિયામક તેને બચાવી રહ્યા છે, મેં ખુદ નિયામકના વહીવટ વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરેલી છે, એપીઓ શેખે કરોડોની જમીન લીધી છે પરંતુ તેના કોઈ સંબંધીના નામે લીધી હોવાથી મારી તપાસ ચાલુ છે "". આટલું જણાવી સાંસદ વસાવાએ એમ પણ કહ્યું કે, આ સોમવારે પઢ અધિકારીઓને પૂછવાનો છું. આ દરમ્યાન શેખ મળી ગયા એમ પૂછ્યું તો બોલ્યા એવી રીતે મને ના મળી શકે. 


સૂત્રોએ જણાવ્યું હતું કે, એપીઓ મહંમદ શેખે હકીકતમાં બેનામી સંપત્તિ એકઠી કરી છે કે નહિ તે તપાસનો વિષય છે પરંતુ નિયામકે આખી તપાસની નવી શોધ કરી હોય તેવું સામે આવ્યું છે. જેના વિરુદ્ધ આક્ષેપ છે તે એપીઓને જ પૂછી લીધું કે, બેનામી સંપત્તિ બનાવી છે? હવે કોઈપણ એવું ક્યારેય કહે નહિ કે, હા બનાવી છે. સીધી વાત છે, જો નિયામક જાદવ સાચી તપાસ માટે ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં અથવા એસીબીને સરકારના હિતમાં જણાવી શકતાં હતાં. આટલુ જ નહિ, અપ્રમાણસરની મિલ્કતની તપાસ પહેલાં એપીઓ શેખના મનરેગાના કામોની ઝીણવટભરી તપાસ કરાવે તો પણ બેનામી સંપત્તિના આક્ષેપોની પૂર્વ ભૂમિકા મળી શકે. આગામી ન્યૂઝ રિપોર્ટમાં જાણીશું સાંસદ વસાવાએ કરેલી નિયામક જાદવ વિરુદ્ધ સરકારમાં કેવી રજૂઆત કરી તેની વિગતો.