હડકંપ@મહેસાણા: કોર્ટના આદેશ છતાં ખેડૂતને વળતર નહિ આપનાર જી.પંની બાંધકામ શાખા સીલ

કચેરીમાં આવેલ બાંધકામ શાખાને સીલ મારવા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં 2008 મા એપ્રોચ રોડ માટે જમીન સંપાદન થઈ હતી. જેમાં કેટલાક ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ હતી.જ્યાં ખેડૂતોને વળતર ન મળતા મામલો કોર્ટમાં જતા વળતર નહિ ચૂકવતા કોર્ટના આદેશ પ્રમાણે આજે મહેસાણા જિલ્લા પંચાયત કચેરીમાં આવેલ બાંધકામ શાખાને સીલ મારવામાં આવી હતી. 

9 અને ૩ ખેડૂતોને વળતર નહિ મળતા સમગ્ર મામલો કોર્ટમાં ગયો  હતો.  વર્ષ 2011 માં  કેસ કરતા વર્ષ 2019 માં ચુકાદો આપ્યો  હતો. 2019 ના વર્ષથી અત્યાર સુધી  એક પણ રૂપિયો ખેડૂતોને વળતર પેટે નહિ ચૂકવતા કોર્ટમાં દરખાસ્ત ને પગેલે આજે નામદાર કોર દ્વારા કચેરી સીલ કરવા આદેશ આપ્યો. 

ખેડૂતો કોર્ટના કર્મીઓ સાથે મહેસાણા જીલ્લા પંચાયત બાંધકામ શાખા ને સીલ કરવા ગયા. અધિકારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. બાંધકામ શાખાની કચેરીની તમામ લાઈટ બંધ કર્યા. બધા લોકોની મોજુદગીમાં કચેરી સીલ કરી દેવામાં આવી. કચેરીના અધિકારી  15 દિવસમાં વળતર ચૂકવી આપવા બાહેધરી આપવામાં આવી  હતી. 

એડવોકેટ જણાવે છે કે ઠાકોર પોપટજી તલાજીની જમીન રઘુપુરા  એપ્રોચ સંપાદન  થઇ હતી. જે કેસમાં નામદાર કોર્ટ વિજાપુરે  જજમેન્ટ  આપ્યું. અરજદાર ને 75 લાખ  રૂપિયા લેવાના નીકળતા હતા, પરંતુ  મહેસાણા જીલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા ચુકવવામાં આવ્યો નહોતો. સ્પેશિયલ દરખાસ્ત ભરી ને કોર્ટના આદેશથી એફીસ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી. 15 દિવસમાં વળતર ના આપે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.