ગંભીર@દાહોદ: મનરેગાના પૂર્વ લોકપાલ વિશે કલેક્ટર-ડીડીઓ સમક્ષ થયો સૌથી મોટો ખુલાસો

પૂર્વ લોકપાલ નાયકને મનરેગામાં કેમ કોઈ ભ્રષ્ટાચાર દેખાતો નથી ? આ સવાલ કમિશ્નરને સમર્પિત
 
ગંભીર@દાહોદ: મનરેગાના પૂર્વ લોકપાલ વિશે કલેક્ટર-ડીડીઓ સમક્ષ થયો સૌથી મોટો ખુલાસો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દાહોદ જિલ્લામાં શું મનરેગાની સંપૂર્ણ પારદર્શક કામગીરી થાય છે અને છેલ્લા 3 વર્ષમાં ભ્રષ્ટાચારની એકપણ ફરિયાદ નથી થઈ? શું તમામ ફરિયાદો ખોટી હતી? સ્પેશ્યલ મનરેગાના લોકપાલ તેમના ફરજ દરમ્યાન કોઈ ભ્રષ્ટાચાર શોધી શક્યા નથી અને દાખલારૂપ કાર્યવાહી કરાવી શક્યા નથી. હવે આ પૂર્વ લોકપાલ નાયકની કામગીરી કેટલા હદે શંકાસ્પદ છે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો પણ સરકારના ફરિયાદ કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓની હાજરીમાં થતાં ખળભળાટ મચી ગયો છે. લોકપાલ મનરેગાની તપાસમાં કેવું કરતાં હતા અને ભ્રષ્ટાચાર બહાર ના આવે તે માટે કેવી પધ્ધતિ લેતાં તે જાણીને ચોંકી જશો. વાંચો નીચેના ફકરામાં

દાહોદ જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મનરેગા શાખા ચાલે છે ત્યારે ગાંધીનગર સ્થિત ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીએ જોગવાઈ મુજબ લોકપાલ નિમેલા હતા. આ લોકપાલનુ કામ સ્પેશ્યલ મનરેગાની ફરિયાદો તપાસવાની અને કાયદા મુજબ ભ્રષ્ટાચાર શોધી કાર્યવાહી કરાવવાની હોય. હવે દાહોદમાં છેલ્લા કેટલાય વર્ષોથી મનરેગા લોકપાલની ફરજ નાયકભાઇએ કરી હતી અને હજુ હમણાં નાયકભાઇનો લોકપાલ તરીકેનો સમય પૂર્ણ થયો છે. હવે આ પૂર્વ લોકપાલ નાયકે ફરજ દરમ્યાન અનેક ગામોમાં મનરેગાના કામોની મુલાકાત લીધી પરંતુ ભ્રષ્ટાચાર શોધી શક્યા નથી. હવે પૂર્વ લોકપાલ નાયકે ભ્રષ્ટાચાર શોધવો નહોતો કે મળતો નહોતો? આ સવાલનો જવાબ ભલે સ્પષ્ટ નથી પરંતુ ગત દિવસે સ્વાગત ફરિયાદ નિવારણમાં પૂર્વ લોકપાલ નાયક વિશે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. દેવગઢબારિયા તાલુકાના કેટલાક ગામોમાં ભ્રષ્ટાચારની તપાસ બાબતે એક અરજદારની રજૂઆત સાંભળવા દરમ્યાન મોટો ખુલાસો થયો હતો. લવારીયા ગામમાં મનરેગાના ભ્રષ્ટાચારની તપાસ હેતુ પૂર્વ લોકપાલ નાયક ગયા હતા પરંતુ તેમાં શું થયું તે જાણી તમે હચમચી જશો. વાંચો નીચેના ફકરામાં

જિલ્લા સ્વાગત ફરિયાદની બેઠક દરમ્યાન અરજદારને સાંભળી કલેક્ટર અને ડીડીઓ ચર્ચા કરતાં દરમ્યાન લવારીયા બાબતે દેવગઢબારિયા ટીડીઓ દર્શન પટેલે કહ્યું કે, લોકપાલ તપાસમાં ગયા હતા એટલે અમારી ટીમે તપાસ નહોતી કરી. આ તરફ ડીડીઓએ જણાવ્યું કે, લોકપાલે કોઈ તપાસ રીપોર્ટ આપ્યો નથી પરંતુ અમારા અલગ અલગ તાલુકાની ટીમે કરેલી તપાસમાં ભ્રષ્ટાચાર મળી આવ્યો છે. આ દરમ્યાન ડીડીઓએ વધુમાં કહ્યું કે, લવારીયા ગામમાં અનેક કામો સ્થળ ઉપર નથી તે અમારી ઝાલોદ તાલુકાની ટીમમાં સાબિત થયું છે. હવે આવી સ્થિતિમાં મનરેગાના પૂર્વ લોકપાલ નાયકે શું કર્યું? નાયકને કેમ ભ્રષ્ટાચાર ના મળ્યો? પૂર્વ લોકપાલ નાયકે તપાસમાં શું કર્યું? તપાસનો ઉલ્લેખ કાગળ ઉપર કર્યો હતો? જો તપાસ રીપોર્ટ બન્યો હતો તો પછી ડીડીઓ સુધી તપાસ રિપોર્ટ કેમ ના પહોંચ્યો? 


પૂર્વ લોકપાલ નાયકની પુન: નિયુક્તિ પહેલાં કમિશ્નર સાહિબા આ વાંચી લેજો

દાહોદમાં વર્ષો સુધી કરાર આધારિત મનરેગા લોકપાલની ફરજ બજાવી ચૂકેલા ડો.નાયકને ફરીથી લોકપાલના હોદ્દા ઉપર બેસવાની ઈચ્છા છે. આ માટે રાજ્ય સરકારમાં ફાઇલ પણ ચાલી રહી છે એટલે હવે ગ્રામ વિકાસ કમિશ્નર અને મંત્રીએ ડો.નાયકને પુનઃલોકપાલ પદે બેસાડતાં પહેલાં સો વાર વિચાર કરવો પડશે. પૂર્વ લોકપાલ નાયકે ફરજ દરમ્યાન કેટલા ભ્રષ્ટાચાર શોધ્યા અને તંત્રએ કેટલા શોધ્યા તે જાણી લેજો. દાહોદમાં ભ્રષ્ટાચારની અઢળક ફરિયાદો, અનેક કરાર આધારિત કર્મચારીઓને એસીબીએ ઝડપ્યા તો પછી પૂર્વ લોકપાલ નાયકને કેમ ભ્રષ્ટાચાર મળતો નથી? આ બાબતે સરકારે ખૂબ વિચારીને લોકપાલ જેવા અત્યંત સન્માનનીય હોદ્દા ઉપર તટસ્થ અને પારદર્શક અધિકારી બેસાડવા પડે.