ગંભીર@મહેસાણા: 2 શહેરનો જોડતાં રોડના બ્રિજની હાલત જોખમી, વારંવારની ફરિયાદ છતાં ફર્ક નહિ

રોડ વચ્ચે 2 ફૂટનું ગાબડું પડ્યું.
 
ગંભીર@મહેસાણા: 2 શહેરનો જોડતાં રોડના બ્રિજની હાલત જોખમી, વારંવારની ફરિયાદ છતાં ફર્ક નહિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જિલ્લામાં આવેલો આંબેડકર બ્રિજ સવારે બેસી ગયો હતો. બ્રિજના ઉપરના ભાગે જોડતી જગ્યા  અને રોડ વચ્ચે 2 ફૂટનું ગાબડું પડ્યું.  જેના કારણે વાહન વ્યવહાર બંધ કરાયો હતો. આ બ્રિજને રીપેર કરવા તંત્રને અનેકવાર જાણ કરવામાં આવી હતી.

મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ આજે વહેલી સવારે બેસી ગયો. જેના કારણે વાહનનો અવર-જવર બંધ કરાવવામાં આવી. બ્રિજ વચ્ચે 2 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું.