ગુનો@વેણાસર: જાહેરમાં જુગાર રમતા જુગારીઓને,પોલીસે મુદામાલ સાથે તમામની ધરપકડ

માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
ગુનો@વેણાસર: જાહેરમાં જુગાર રમતા જુગારીઓને,પોલીસે મુદામાલ સાથે તમામની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં જુગારના કેસ ખુબજ વધી ગયા છે.જુગારીઓ ખુલ્લે આમ જુગાર રમી રહ્યા છે.કેટલાક દિવસથી જુગારના કેસ સામે આવી રહ્યા છે.તાજેતરમાં માળીયાના વેણાસર ગામમાં જુગાર રમતા કેટલાક જુગારીઓને પોલીસે પકડી લીધા છે.માળીયા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે વેણાસર ગામમા નવાપરા શેરીમાં જાહેરમાં આરોપીઓ ખેંગારભાઇ વિઠ્ઠ્લભાઇ અદગામા, દશરથભાઇ હીરાભાઇ કુંવરીયા, સાગરભાઇ રમેશભાઇ કુંવરીયા, શૈલેષભાઇ પ્રભાતભાઇ કુવરીયા અને જેસીંગભાઇ મેરૂભાઇ અદગામા ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.જેથી પોલીસે ગંજીપતાના પાના નંગ-૫ર અને રોકડા રૂપિયા ૧૦૬૦૦ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.