રમત@ક્રિકેટ: ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને 2 મોટા ઝટકા લાગ્યા

સરફરાઝની ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ એન્ટ્રી
 
રમત@ક્રિકેટ: ભારતને જીતવા માટે અફધાનિસ્તાને 174 રનનો ટાર્ગેટ આપ્યો, વિગતે જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને બે મોટા ઝટકા લાગ્યા છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે અને બીજી ટેસ્ટ માટે ટીમની બહાર છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે. બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા છે, જ્યારે રાહુલને ક્વાડ્રિસેપ્સની ઈજા છે.

2 ફેબ્રુઆરીથી શરુ થતી બીજી ટેસ્ટમાંથી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાને કારણે બહાર થયા છે. જ્યારે મુંબઈના યુવા ક્રિકેટર સરફરાજ ખાનને પહેલીવાર ભારતીય સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે.

હૈદરાબાદમાં પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે 28 જાન્યુઆરીએ ભારતીય ટીમની બેટિંગ દરમિયાન રવીન્દ્ર જાડેજા રન આઉટ થતા સમયે હૈમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જ્યારે રાહુલને જાંઘમાં દુખાવો થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે મેડિકલ ટીમ બંને પ્લેયર્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ. , મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), અવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર.

સરફરાઝ છેલ્લા ઘણા સમયથી ઘરેલૂ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ક્રિકેટર છે. ભારતીય ટીમના સિલેક્ટર્સે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા તેણે નજરઅંદાજ કર્યો હતો. સરફરાઝે 45 ફસ્ટ ક્લાસ મેચમાં 69.85ની એવરેજથી 3912 રન બનાવ્યા હતા. તેણે 14 સેન્ચુરી અને 11 ફિફટી ફટકારી હતી. વર્ષોને સંઘર્ષ અને ધૈર્ય બાદ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.