રમત@ક્રિકેટ: ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને 4 અને મોટો ઝટકો લાગ્યો

ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત
 
રમત@ક્રિકેટ: ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને 4 અને મોટો ઝટકો લાગ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ચોથો અને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) અર્ધી સદી ફટકારીને 54 રને આઉટ થયો છે. કમિન્સે વિરાટને આઉટ કર્યો છે.

ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત

પ્રથમ પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ રોહિત અને કોહલીએ 46 રનની પાર્ટનરશિપ કરી હતી.

રોહિત સતત બીજી મેચમાં 47 રન બનાવી આઉટ થયો હતો. શ્રેયસ પણ ચાર રન બનાવીને આઉટ થયો. આમ ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરિણામે ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. હવે કોહલી પણ પેવેલિયન ભેગો થયો છે.

શુભમન ગિલ 4 રન બનાવીને કેચઆઉટ થયૉ, સ્ટાર્કે ગિલને આઉટ કર્યો. ગિલ એડમ ઝમ્પાના હાથે કેચ થયો હતો. ગિલ 7 બોલનો સામનો કરીને માત્ર 4 રન બનાવી શક્યો હતો.

રોહિત ટ્રેવિસ હેડના હાથે ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 31 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

શ્રેયસ અય્યરે ફાઈનલ મેચમાં ફેન્સબે નિરાશ કર્યા છે. શ્રેયસ માત્ર ચાર રન બનાવી શક્યો હતો. શ્રેયસને પેટ કમિન્સ દ્વારા વિકેટ પાછળ જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.