રમત@ક્રિકેટ: ભારતને જીતવા માટે અફધાનિસ્તાને 174 રનનો ટાર્ગેટ આપ્યો, વિગતે જાણો

નવ એડિશનમાં આઠ વખત ટુર્નામેન્ટ જીતી છે.
 
રમત@ક્રિકેટ: ભારતને જીતવા માટે અફધાનિસ્તાને 174 રનનો ટાર્ગેટ આપ્યો, વિગતે જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતની અંડર-19 ટીમનું શાનદાર પ્રદર્શન છે. અર્શિન અતુલ કુલકર્ણી અને રાજ લીંબાણીએ ત્રણ-ત્રણ વિકેટો લીધી હતી. અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો છે. આજે ગુજરાતી ખેલાડી રાજ લીંબાણીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

ભારત એશિયા કપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે, જે નવ એડિશનમાં આઠ વખત ટુર્નામેન્ટ જીતી છે. 2012માં, મેચ ટાઈમાં સમાપ્ત થયા બાદ તેઓએ પાકિસ્તાન સાથે ટ્રોફી શેર કરી હતી. અંડર 19 વનડે એશિયા કપ 2023માં ભારત પોતાની પહેલી મેચ રમવા ઉતરશે. ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમ દુબઈમાં રમાઈ રહેલા વનડે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં અફધાનિસ્તાન અંડર 19 ટીમ સામે છે.

અંડર 19માં આજે ભારત અને અફઘાનિસ્તાન સામે મેચ ચાલી રહી છે. અફઘાનિસ્તાન 173 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતની અંડર-19 ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે. અર્શિન અતુલ કુલકર્ણી અને રાજ લિંબાણીએ ત્રણ-ત્રણ વિકેટો લીધી હતી. રુદ્રનો એશિયા કપમાં ફ્લોપ શો રહ્યો છે. નડિયાદના રૂદ્ર પટેલ 23 બોલમાં માત્ર 5 રન જ બનાવી શક્યો હતો.

અંડર 19 એશિયા કપની પહેલી મેચમાં 2 ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે. જેમાં પહેલું નામ છે રુદ્ર પટેલ અને બીજું નામ છે રાજ લીંબાણી છે. રાજ લીંબાણીએ આજે રમાય રહેલી પહેલી મેચમાં પ્રથમ વિકેટ લીધી હતી. તેમણે ત્રીજી ઓવરના 3 બોલ પર વફીઉલ્લા તરખિલને પેવેલિયન મોકલ્યો હતો.

કેપ્ટન ઉદય સહારન ભારત માટે મોટો ખેલાડી છે. તે સારા ફોર્મમાં છે અને ભારત B અંડર-19, બાંગ્લાદેશ અંડર-19 અને ઈંગ્લેન્ડ અંડર-19માં સારું પ્રદર્શન કર્યું છે. રાજ લીંબાણી બીલીમોરાનો રહેવાસી છે અને રૂદ્ર મયુર પટેલ નડિયાદનો રહેવાસી છે.