છેતરપિંડી@અમદાવાદ: આર્કિટેક્ટ સાથે યુવતી બનીને વાત કરનારા ગઠિયાએ 5.95 લાખ પડાવ્યા

ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
 
છેતરપિંડી@મહીકા: વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રક ખરીદીને પૈસા પણ ન આપતા યુવકે ફરિયાદ નોધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

શહેરમાં રહેતા આર્કિટેક્ટ યુવકને જીવનસાથીની શોધ કરવું ભારે પડ્યું છે.આંબાવાડીમાં રહેતો 29 વર્ષીય યુવક પ્રહલાદનગર ખાતે કંપની ધરાવી આર્કિટેક્ચરનું કામ કરે છે. યુવક લગ્ન માટે જીવસાથીની શોધમાં હતો ત્યારે તેણે એક મેટ્રીમોનિયલ એપ્લિકેશન પર એકાઉન્ટ રજિસ્ટર્ડ કરાવ્યુ હતું. ત્યારબાદ તે કેટલાક એકાઉન્ટ ધારકો સાથે લગ્ન વિષયક વાતો કરતો હતો. ત્યારે તેને એક એકાઉન્ટથી રિકવેસ્ટ આવી અને તે એકાઉન્ટ ધારકે વાતચીત કર્યા બાદ બંનેએ એકબીજાના ફોન નંબરની આપ લે કરી હતી. યુવતીના સ્વાંગમાં વાત કરનારી વ્યક્તિએ પોતે ગોવામાં નોકરી કરતી હોવાનું કહી તેના માતા પિતા મુંબઇમાં રહે છે તેવું જણાવ્યું હતું. બાદમાં તેના પરિવાર સાથેના ફોટો પણ શેર કર્યા હતા, પરંતુ આ યુવતી વીડિયો કોલથી વાત ન કરી બહાના બતાવતી હતી.

એક વખત તેણે તેના પિતાને હાર્ટ એટેક આવતા કોમામાં સરી પડ્યા હોવાનું કહી સંબંધીઓએ સંપત્તિમાં ભાગ માંગવા દાવો કર્યો હોવાથી એકાઉન્ટ ફ્રીઝ થયું હોવાનું કહીને રૂપિયાની માગણી શરૂ કરી હતી. જેથી યુવકે 30 હજાર રૂપિયા યુવતીની ઓફિસના મેનેજરના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બાદમાં અલગ અલગ મેડિકલ ઇમરજન્સીના નામે પૈસા પડાવ્યા ત્યારે યુવકે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસતા તેમાં યુપીઆઇમાં યુવતીનું જ નામ અને નંબર હોવાથી તેને શંકા ગઇ હતી. આમ, યુવતીના સ્વાંગમાં રહેલા ગઠિયાએ યુવક પાસેથી 5.95 લાખની ઠગાઇ આચરતા યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.