દુ:ખદ@રાજકોટ: ચકડોળની મઝા માણી રહેલી યુવતીને હાર્ટ એટેક આવતા મોત
હાર્ટ એટેક આવતા યુવાનોના અચાનક મોતના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે.
Sep 8, 2023, 10:27 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાર્ટએટેકના બનાવો ખુબજ વધી ગયા છે.હાર્ટએટેકથી મરનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.હવે તો જાડા માણસ હોય કે પાતળા બધાને હાર્ટઅટેક આવી રહ્યા છે.જેતપુરની 20 વર્ષીય યુવતીનું જન્માષ્ટમીનાં મેળામાં ચકડોળમાં બેઠી હતી ત્યારે હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે. આ સમાચાર ફેલાતાની સાથે આખા ગામમાં શોક છવાઇ ગયો હતો. નોંધનીય છે કે, રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે જ બે યુવાનોના પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે.