તહેવાર@ગુજરાત: આજથી ગુજરાતી વર્ષ વિક્રમ સવંત 2080ની શરુઆતે તમામ લોકોને શુભેચ્છાઓ

ગુજરાતીઓનુ બેસતુ વર્ષ એટલે કે નવુ વર્ષ
 
તહેવાર@ગુજરાત: આજથી ગુજરાતી વર્ષ વિક્રમ સવંત 2080ની શરુઆતે તમામ લોકોને  શુભેચ્છાઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતી વર્ષ વિક્રમ સવંત 2080ની શરુઆત થતાં જ આપણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપણે એકબીજા માટે સારી કામના પાઠવતા હોઈએ છીએ. એમાં જીવનમાં સૌથી જરૂરી એવી સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિની કામના આપણને આપણા અને આપણા પરિજનો માટે રહેતી હોય છે. નવું વર્ષ એક નવી ઉમંગ, નવું સાહસ અને નવા પ્રયાસો સાથે ખીલે એવું આપણે સૌ માટે ઇચ્છીએ.

અટલ સમાચાર  તરફથી તમામ વાંચકોને નવા વર્ષની શુભેચ્છાઓ.

દિવાળી પછી તેના બીજા દિવસે ગુજરાતીઓનુ બેસતુ વર્ષ એટલે કે નવુ વર્ષ આવે છે. જો આ વખતે વચ્ચે પડતર દિવસ હોવાથી નવુ વર્ષ એક દિવસ પછી છે. નવા વર્ષ નિમિત્તે લોકો નવા સંકલ્પો કરે છે અને પોતાનું જીવન સુધારવાનું વચન આપે છે. દરેક નવું વર્ષ આપણને શીખવે છે કે આપણે જીવનમાં હંમેશા આગળ વધતા રહેવું જોઈએ અને ભૂતકાળને ભૂલીને હંમેશા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ.

આપણે આપણા ભૂતકાળની ભૂલો અને નિષ્ફળતાઓમાંથી શીખીને જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ અને આપણી સફળતાઓને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. દરેક નવું વર્ષ શીખવાની સાથે સાથે આનંદ અને ખુશીની ઉજવણી માટેનો એક ખાસ પ્રસંગ છે.

આ દિવસે આપણે બધા આપણા મિત્રો, વડીલો અને બાળકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ અને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષ તેમના માટે ખૂબ જ શુભ રહે. ત્યારે બેસતા વર્ષ નીમીતે આપના માટે નવા વર્ષની શુભકામના લઈને આવ્યા છે.