ગુનો@ભૂજ: વિધર્મી પતિએ પત્નીને એવો માર માર્યો કે શરીર પર ગંભીર ઈજા થતા હોસ્પિટલે ખસેડાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિધર્મી પતિએ હિંદુ પત્નીને એવો માર માર્યો કે શરીર પર ગંભીર ઇજાના નિશાન પડી ગયા.ઘટના કચ્છના ભૂજની છે કે જ્યાં એક હિંદુ મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેનો વિધર્મી પતિ તેના પર શંકા કરતો હતો. અને તેના પર અત્યાચાર ગુજારતો હતો.એટલું જ નહિં આ વખતે તો વિધર્મીએ તેની પત્નીને એવો માર માર્યો કે શરીર પર ગંભીર ઇજા પહોંચી ગઇ. જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળતા જ પીડિતા પોલીસ સ્ટેશન દોડી આવી અને તેના વિધર્મી પતિ સામે ફરિયાદ દાખલ કરી છે. પીડિતાનો આક્ષેપ છે કે, તેનો પતિ તેના પર છેલ્લા 4 વર્ષથી અત્યાચાર ગુજારતો વારંવાર માર પણ મારતો હતો. જો કે,આ સમયે તો એટલો માર માર્યો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ છે.આ ઉપરાંત પત્નીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેના પતિએ દબાણ પૂર્વક તેની પાસે ધર્મ પરિવર્તન કરાવ્યું છે. અને ધમકી આપી આપીને હનીટ્રેપના કેસમાં પણ ફસાવી હતી.આ કેસ હજુ પણ પીડિતા પર ચાલી રહ્યો છે.