ગુનો@ગુજરાત: આરોપી રિક્ષામાં ગાંજો લઈ રાજકોટથી ગોંડલ તરફ જતો હતો, જાણો વધુ વિગતે

-મોબાઈલ સહિત રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે 
 
ગુનો@ગુજરાત: આરોપી રિક્ષામાં ગાંજો લઈ રાજકોટથી ગોંડલ તરફ જતો હતો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આ અંગે એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવે નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા અગાઉ પકડાયેલ આરોપીઓ પર વોચ રાખવા સુચના આપેલ હતી. જેથી રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા અને યુવાધનમાં નશાનું દુષણ અટકાવવા સુચના આપી હતી.

જે અનુસંધાને ગોંડલ બી. ડિવીજન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.ગોસાઇ એસ.ઓ.જી શાખાના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા, એસઓજીના સ્ટાફ સાથે શાપર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઇ દાફડાને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, એજાજ ઉર્ફે મામુ પોતાની જીજે -18- એ એક્સ -7552 નંબરની રિક્ષામાં ગાંજો લઈ રાજકોટથી ગોંડલ તરફ જવાનો છે. જે હકિકતના આધારે પારડી શાપર ગામ ઓવર બ્રિજ ઉતરતા શિવશક્તિ પાન એન્ડ રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી. આરોપી રીક્ષા લઈ નીકળતા તેને અટકાવી તપાસ કરતા રિક્ષામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાંથી રૂ.20 હજારની કિંમતનો 2 કિલો ગાંજો મળી આવ્યો હતો. ગાંજાનો જથ્થો, રીક્ષા, મોબાઈલ જપ્ત કરી રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે કરી શાપર પોલીસ મથકે એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં પીઆઈ જે.પી.ગોસાઇ, એસ.ઓ.જી શાખાના ઇન્ચાર્જ પીઆઈ બી.સી.મિયાત્રા, એ.એસ.આઇ. અતુલભાઇ ડાભી, હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, ભગીરથસિંહ જાડેજા, વિજયભાઇ વેગડ, અરવિંદભાઇ દાફડા, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, કાળુભાઇ ધાધલ, અમીતદાન ગઢવી, નરશીભાઇ બાવળીયા વગેરે ફરજ પર રહ્યા હતા.

અમદાવાદથી રિક્ષામાં ગાંજો લાવ્યો'તો, અગાઉ પણ પકડાયેલો, છૂટક પડીકી બનાવી વેચતો
આરોપી એજાજ ઉર્ફે મામુ રીક્ષા ચલાવે છે. કોઈને શંકા ન જાય એટલે અમદાવાદ રીક્ષા લઈને ગયો હતો અને ગાંજો લઈ પરત ગોંડલ આવતો હતો. તે અગાઉ વર્ષ 2020-2021માં ગાંજા સાથે પોલીસના હાથે ઝડપાયો હતો. ઉપરાંત તેની સામે મારામારીનો પણ ગુનો છે. આરોપીના રટણ મુજબ તે રૂ.100 અને 200માં ગાંજાની પડીકી વેચતો હતો.