દોડધામ@ગુજરાત: બાર કાઉન્સિલની એનરોલમેન્ટ ફી મામલો હાઇકોર્ટમાં, રકમનો મુદ્દો બન્યો ચર્ચાસ્પદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિદ્યાર્થીઓ અલગ-અલગ કોર્ષ પસંદ કરીને પોતાનું ભવિષ્ય ઉજ્વળ કરે છે.આ કોર્ષની અલગ-અલગ ફ્રિ હોય છે. અભ્યાસ ચાલુ કરતાજ ફ્રિ જમા કરાવવી પડે છે.અહી આપણે LLB ના અભ્યાસ વિશે વાત કરી રહ્યા છે.LLBનો કોર્સ પૂરો થયા બાદ વકિલાતની પ્રેક્ટિસ માટે બાર કાઉન્સિલમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને એના એનરોલમેન્ટ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રૂ.૨૫ હજારની ફી વસૂલે છે. જે ફી ખૂબ વધુ હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી પાર્ટી ઇન પર્સન દ્વારા કરવામાં આવી છે. જે રિટમાં પ્રાથમિક સુનાવણી બાદ એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે.આ કેસમાં પાર્ટી ઇન પર્સન તરીકે અરજી કરીને અરજદારે એવા મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા જનરલ કેટેગરી માટે 25 હજાર, અનુસૂચિત જાતિ-જનજાતિ માટે 22 હજાર ફી લેવામાં આવે છે. તે સિવાય માર્કશીટ વેરિફિકેશનના રૂ. 2500 અલગથી લેવામાં આવે છે. બાર કાઉન્સિલ એડવોકેટ એક્ટ-1961 હેઠળ આ નોંધણી(એનરોલમેન્ટ) કરવામાં આવે છે. આ કાયદાની જોગવાઈ મુજબ સામાન્ય કેટેગરીના ઉમેદવારની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ફી રૂ.600 અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ફી 150 રૂપિયા છે. અનુસૂચિત જાતિ-જનજાતિની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ફી 100 રૂપિયા અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ફી 25 રૂપિયા થાય છે, પરંતુ LLBનો કોર્સ કરીને વકીલાત શરૂ કરવા માગતા ઉમેદવારો પાસેથી ઊંચી ફી લેવામાં આવે છે. ભારતના બંધારણના આર્ટિકલ 19(1) હેઠળ દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના વ્યવસાયની મંજૂરી અપાઇ છે. એ બંધારણીય મૂળભૂત અધિકાર છે. તેમ છતાંય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જેટલી ફી લે છે એટલી ફી તો LLBની કોલેજો પણ લેતી નથી.