કાર્યવાહી@ગુજરાત: 3 આરોપીઓને ચેક રીટર્ન કેસમાં કોર્ટે 2વર્ષની સજા ફટકારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યામાં કેટલાક કેસો પર કોર્ટમાં સુનાવણી થતી હોય છે. વેરાવળ કોર્ટમાં ચેક રીર્ટન અંગેનો કેસ ચાલેલ જેમાં 3 આરોપીઓને 2વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબની ૨કમ ફરીયાદીને ચુકવી આપવા અને જો વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. આ કેસની વિગતો આપતા એડવોકેટ પ્રવિણચંદ્ર ડાંગોદરાએ જણાવેલ કે, માંગરોળ તાલુકાના માંગરોળ ગામની સીમમાં હાસમભાઈ હુસેનભાઈ ગોસલીયા વિગેરેની ખેતીની જમીન આવેલ હોય જે ખેતીની જમીન આદમ સુલેમાન કાપા, અફઝલ ઉર્ફે અબ્દુલરહેમાન અબ્દુલ કાપ, અબ્દુલ સુલેમાન કાપા હનીફ દાઉદ પડાયા, કાસમ મહમદ પાડાવાળા, સુલેમાન કાપાનાંઓ તમામ મળીને ખરીદ કરવા માંગતા હોય પરંતુ તેઓ પાર્સે પુરતા અવેજનાં નાણા ન હોય આથી તેઓએ ફરીયાદી અબ્દુલગની જીકરભાઈ સોરઠીયાને સાથે ભાગીદાર બનાવી તેઓ પાસેંથી તેમનાં હિસ્સા પેટે કુલ રૂ.27.50 લાખ પુરા લઈને બાકીનાં ભાગીદારોએ તેમનાં હિસ્સાનાં નાણા નાંખીને ખેડુતને કુલ રૂ.50 લાખ પુરા સુથી પેટે ચુકવી આપી સાટા કરાર કરેલ પરંતુ ત્યાર બાદ કોઈ કારોણસર સાટાકરાર રદ કરતા ખેડૂતે સુથીની પુરી રકમ પરત ચુકવી આપી હતી. જે રકમ ઉપરોકત નં.1થી 6નાં એ અંદરો અંદ૨ વહેંચી લીધેલ પરંતુ ફરીયાદી અબ્દુલગની જીકરભાઈ સોરઠીયાને પરત આપેલ નહી.
આથી ફરીયાદી અબ્દુલગની જીકરભાઈ સોરઠીયાએ તેઓ સામે પોલીસ ફરીયાદ અરજી આપતા તેઓ બધા વચ્ચે સમાધાન થયેલ અને ફરીયાદી અબ્દુલગની જીકરભાઈ સોરઠીયાને રૂ.4.81 લાખ રોકડા ચુકવી આપેલ અને બાકીનાં નાણા ચુકવવા અબ્દુલ સુલેમાન કાપાએ રૂ.11.68 લાખનો તથા અફઝલ ઉર્ફે અબ્દુલરહેમાન અબ્દુલ કાપાએ રૂ.4 લાખનો તથા આદમ સુલેમાન કાપાએ રૂ.7 લાખ પુરાનો મળી અને કુલ રૂ.22.68 લાખ પુરાનાં તેમનાં ખાતાઓનાં કુલ-3 એકાઉન્ટ પેના ચેકો ફરીયાદી નવા આપેલ હતા. આ ત્રણેય ચેકો ફરીયાદીએ વેરાવળ બેંકમાં ભરણા અર્થે રજૂ કરતા ત્રણેય ચેકો વગર વસુલાતે પરત ફરતા ફરીયાદી અબ્દુલગની જીકરભાઈ સોરઠીયાએ તેમનાં એડવોકેટ પી.એમ.ડાંગોદરા મારફત ડીમાન્ડ નોટીસ કરેલ જે નોટીસ તેઓને બજી ગયેલ તેમ છતાં ચેક મુજબની રકમ ચુકવી આપેલ નહી.
આથી ફરીયાદી અબ્દુલગની જીકરભાઈ સોરઠીયાએ ઉપરોકત ત્રણેય વિરૂધ્ધ વેરાવળનાં મહે.એડી.ચીફ. જ્યુડી.મેજી.ની કોર્ટમાં ચેક રીર્ટન અન્વયે ધી નેગો.ઈન્સ્યુ.એકટ-138 નાં પ્રબંધો તળે 3 ફરીયાદ દાખલ કરેલી જે ત્રણેય કેસની ટ્રાયલ ચાલી જતા મહે.એડી.ચિફ જ્યુડી.મેજી. સી.જી.દેસાઇએ આરોપી અબ્દુલ સુલેમાન કાપા, અફઝલ ઉર્ફે અબ્દુલરહેમાન અબ્દુલ કાપા તથા આદમ સુલેમાન કાપાને 2-વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબની ૨કમ વળતર તરીકે ફરીયાદીને ચુકવવી આપવા હુકમ કરેલ અને જો વળતરની રકમ ન ચુકવી આપે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. આ કામે ફરીયાદીના વિકલ તરીકે પ્રવિણચંદ્ર એમ. ડાંગોદરા, દિલીપ આર. વ્યાસ તથા ધર્મેન્દ્ર (ધવલ) ચાવડા રોકાયેલા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.