કાર્યવાહી@ગુજરાત: પોલીસ ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટે ગૃહ વિભાગ પર 'લાલ'ઘૂમ

 હાઇકોર્ટ ગૃહ વિભાગ પર 'લાલ'ઘૂમ
 
કાર્યવાહી@ગુજરાત: રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે ફરી રાજ્ય સરકારના અધિકારીઓનો ઉધડો લીધો અને નક્કર કામગીરી કરવા નિર્દેશ આપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત હાઈકોર્ટે પોલીસની ભરતી મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. ગૃહ વિભાગ પર સવાલ કર્યા છે. એક વરસથી પોલીસની ભરતી કરાઈ નથી. ખાલી પડેલી જગ્યાએ ભરવામાં આવી નથી. બેરોજગારીના કારણે હાઈકોર્ટ લાલ ગુમ થઇ છે. પોલીસ ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટે ગૃહ વિભાગનો ઉધડો લીધો છે.

હાઈકોર્ટની ખંડપીઠ કડક શબ્દોમાં બોલી કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષથી પોલીસ વિભાગમાં ભરતી કરાઈ નથી. હાલ બેરોજગારી છે, ત્યારે પ્રજાના પૈસા વાપરીને પણ સરકાર ખાલી પડેલી જગ્યાઓના 50% જગ્યાઓ જ ભરવા માટે મંજૂરી આપી રહી છે. ગૃહ વિભાગની નરમાશથી નારાજ કોર્ટની ખંડપીઠે એમ પણ કહ્યું કે, રાજ્યમાં પોલીસનું કામ કાયદો-વ્યવસ્થા જાળવવાનું છે.

લોકોના જીવનની સુરક્ષા સીધી જ પોલીસ સાથે જોડાયેલી છે. હવે લોકો પોલીસની સંખ્યાને લઈને ગૃહ વિભાગના અધિકારીઓની દયા ઉપર જીવન જીવવા મજબૂર બન્યા છે. જણાવી દઈએ કે, રાજ્યમાં બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 39 હજાર 880 જગ્યાઓ પૈકી 26 હજાર 145 જગ્યાઓ ભરાયેલી છે. જ્યારે 13 હજાર 735 જગ્યાઓ ખાલી છે. તેમાં પણ ફક્ત 6 હજાર 600 જગ્યાઓ ભરવા મંજૂરી મળી છે. જે કુલ ખાલી જગ્યાના 50 ટકા જ જેટલી છે.