વહીવટ@સાબરકાંઠા : SPએ કર્યા 12 અધિકારીઓની આંતરિક બદલીના આદેશ

જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા પોલીસ વિભાગની કામગીરીને વધુ અસરકારક અને સુચારુ બનાવવા માટે અનેક અધિકારીઓની આંતરિક બદલીના આદેશો જાહેર 
 
 
sabarkantha police
જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા પોલીસ વિભાગની કામગીરીને વધુ અસરકારક અને સુચારુ બનાવવા માટે અનેક અધિકારીઓની આંતરિક બદલીના આદેશો જાહેર 

સાબરકાંઠા જિલ્લામાં પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા પોલીસ વિભાગની કામગીરીને વધુ અસરકારક અને સુચારુ બનાવવા માટે અનેક અધિકારીઓની આંતરિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

માહિતી અનુસાર, કુલ 12 પોલીસ અધિકારીઓની ફરજોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને દસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)નો સમાવેશ થાય છે. વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

તાજેતરના આ ફેરફારોમાં કેટલાક મહત્વના પોલીસ સ્ટેશનોમાં પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. ચિઠોડા પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત PIના બદલે PSIને ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત વડાલી, ઇડર, હિંમતનગર અને ગાંભોઈ વિસ્તારમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા PSIની પણ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તે સિવાય લીવ રિઝર્વમાં રહેલા એક પોલીસ ઇન્સ્પેક્ટરને સાયબર સેલ તેમજ હિંમતનગર ખાતે વિશેષ ફરજ માટે એટેચમેન્ટ આપવામાં આવ્યું છે. આ બદલીઓનો મુખ્ય હેતુ જિલ્લાની કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો અને કામગીરીમાં ગતિ લાવવાનો હોવાનું માનવામાં આવે છે.

પોલીસ વિભાગના આંતરિક સૂત્રોનું માનવું છે કે અધિકારીઓની આ હેરફેર બાદ હવે કોન્સ્ટેબલ કક્ષાએ પણ મોટા પાયે બદલીઓ થવાની શક્યતા છે. જો આવું થશે તો આગામી દિવસોમાં સાબરકાંઠા પોલીસ વિભાગમાં વધુ વહીવટી ફેરફારો જોવા મળી શકે છે. જિલ્લામાં પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ અને જવાબદાર બનાવવા માટે લેવામાં આવેલા આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આ ફેરફારોના પરિણામો પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર કેવી અસર કરે છે તેના પર સૌની નજર રહેશે.