નિયમ@ગુજરાત: બદલી નિયમોમાં ફેરફારથી શાળામાં ભરાશે ખાલી જગ્યાઓ, સરેરાશ 4 હજાર શિક્ષકો આવશે

  • જિલ્લા આંતરિક બદલી કેમ્પના બીજા તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
 
નિયમ@ગુજરાત: બદલી નિયમોમાં ફેરફારથી શાળામાં ભરાશે ખાલી જગ્યાઓ, સરેરાશ 4 હજાર શિક્ષકો આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 નવા શિક્ષણ નિયમો બહાર પાડવામાં આવ્યા છે.શિક્ષકોનિ બદલીના નિયમોમાં કેટલાય ફેરફાર કરવામાં આવ્યા છે.કેટલાય સુધારા કરીને બદલીના નિયમો ફરી બનાવવામાં આવ્યા છે.પ્રાથમિક શાળાના 10 વર્ષના બોન્ડવાળા શિક્ષકો હવે 5 વર્ષે જિલ્લા આંતરિક બદલી માટે અરજી કરી શકે તેવો શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવમાં સુધારો કરવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગના આ સુધારાના કારણે રાજ્યનાં અંદાજે 4 હજાર જેટલા શિક્ષકોને ફાયદો થયો છે. આ શિક્ષકો જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પના પ્રથમ તબક્કામાં ભાગ લઈ શક્યાં નથી પરંતુ બીજા તબક્કાની કાર્યવાહી ચાલી રહી હોવાથી તેમા ભાગ લઈ શકશે. બીજા તબક્કામાં ફોર્મ ભરવા માટેની મૂદત તા.8મી જુલાઈના રોજ પૂર્ણ થશે. સુધારા ઠરાવ 5મી જુલાઈના રોજ પ્રસિદ્ધ થયો હોવાથી ફોર્મ ભરવા માટે ચાર દિવસનો સમય મળ્યો છે. જેથી ફોર્મ ભરવાની મૂદતમાં વધારો થવાની કોઈ શક્યતા ન હોવાનું શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતુ.પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે જેમાં 11,326 શિક્ષકોની બદલી થઈ છે જ્યારે હાલમાં બીજા તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે. બીજા તબક્કામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા 3 જુલાઈથી શરૂ થઈ છે અને 8મી જુલાઈએ મૂદત પૂર્ણ થશે. પ્રથમ તબક્કો પૂર્ણ થયાં બાદ બદલીના નિયમોમાં વધુ એક સુધારો કરાયો હોવાથી અંદાજે 4 હજાર જેટલા શિક્ષકોએ કે જે પ્રથમ તબક્કામાં ભાગ લઈ શક્યા ન હોતા તેઓ અરજી કરશે.