ક્રાઈમ@જુનાગઢ: માણાવદરના એજન્ટે ચેમ્બરમાં ઘુસીને પાઈપથી અધિકારી પર હુમલો કર્યો

એજન્ટે ગુસ્સે ભરાઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું
 
ક્રાઈમ@વાંકાનેર: મંદીર પાસે જુગાર રમતા ૭ ઇસમોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી હાથ ધરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જૂનાગઢના ઈન્ચાર્જ RTO પર હુમલાની ઘટના સામે આવી છે. રાજેન્દ્ર ખુમાણા નામના એજન્ટે આ હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે. જૂનાગઢના માણાવદરના એજન્ટે ચેમ્બરમાં ઘુસીને પાઈપથી અધિકારી પર હુમલો કર્યો હતો. ઈન્ચાર્જ RTO યુ.બી. સોલંકી આ એજન્ટનું યોગ્ય કામ કરતા ન હોવાથી એજન્ટે ગુસ્સે ભરાઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. બપોરના સમયે અધિકારી પોતાની ચેમ્બરમાં હતા.

તે દરમિયાન એજન્ટે પહેલા તો તેમને મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ વાહનમાંથી લોખંડની પાઈપ લઈને આવી ચઢ્યો હતો.અને અધિકારીને માર માર્યો હતો.જો કે તરત જ અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા.અને હુમલાખોર એજન્ટ નાસી છુટ્યો હતો. ઘાયલ RTO અધિકારીને સારવાર માટે ખસેડાયો છે.